Vadodara

સ્ત્રીના વેશમાં ટ્રક અને વાહનચાલકોને લૂંટતી ટોળકીના 4 આરોપી ઝડપાયાં

વડોદરા : હાઈવે ઉપર સ્ત્રીવેશ ધારણ કરી ટ્રક અને વાહન ચાલકોને પોતાનો શિકાર બનાવતી લુંટારૂ ગેંગેને કરજણ પોલીસે ઝડપી પાડી છે. થોડા સમય પહેલાં જ કરજણ ને.હા.૪૮ ઉપર મહિલાના સ્વાંગ રચીને લૂંટારૃઓએ કુદરતી હાજત માટે જતા બોલેરો ગાડીના ચાલકને માર મારી ૨૬ હજારની લૂંટ કરી હતી. હાઇવે પર વધતા લૂંટના બનાવ બાદ કરજણ પોલીસે ખૂબ જ અસરકારક કામગીરી કરી ચાર લૂંટારૂને ઝડપી પાડયા હતાં.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ મોમાઈ ક્પા કુરિયરની ઓફીસથી બોલેરો પીકઅપ ગાડીમાં કુરીયરનો સામાન ભરીને તા.૧૬ની રાત્રે એક વાગ્યાના સુમારે સુરતમાં ઉધના કેનાલ રોડ ઉપર આવેલ મોમાઈ કૃપા કુરિયરની ઓફીસે જવા ચાલક મનજીભાઈ નીકળ્યા હતા. રાત્રે આશરે બે વાગ્યાના સુમારે હાઇવે પર માંગલેજ ગામ પાસે સનસાઈન હોટલની સામે તેમને ગાડી ઉભી રાખી રોડની નજીક કુદરતી હાજત માટે જતા હતાં.
 આ વખતે રોડની સાઈડમાં ઓઢણી પહેરેલી એક બેટરી મારી ઈશારો કરતી જણાતા તે કેમ બેટરી મારે છે તે જોવા માટે તેઓ ત્યાં જતા રોડની બાજુમા આવેલ ગટરમાંથી બીજા ત્રણ ઈસમો દોડી આવી મનજીભાઈ કઈ સમજે તે પહેલાં તેના બન્ને હાથ પાછળથી પકડી લીધા હતાં.

ચારેય શખ્સો મનજીભાઇ  સાથે ઝપાઝપી કરી રોકડ રૃા.૬૦૦૦, ચાંદીનુ કડુ, ચાંદીની વીટી અને મોબાઈલ મળી કુલ રૃા.૨૬૨૫૦ની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. આ અંગે મનજીભાઈ હમીરાજી ખટોણાએ ચાર લૂંટારૃઓ સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. દરમ્યાન કરજણના પીઆઇ મેહુલ  પટેલ તેમજ સ્ટાફના માણસોએ વોચ ગોઠવી બાતમી મુજબ ચાર લૂંટારૃઓને ઝડપી પાડયા હતાં. પોલીસ પૂછપરછમાં ચારેય લૂંટારૃઓએ છેલ્લા બે માસમાં અનેક વાહનચાલકોને હાઇવે પર લૂંટયા હોવાનું બહાર આવ્યું છે.

ડ્રાઇવર જાળમાં ફસાય તો મારીને લૂંટી લેતા
પોલીસે વડોદરાના છાણી ખાતે રહેતી ટોળકીના ચાર સાગરીતોની ધરપકડ કરી છે ચાર પૈકી એક સ્ત્રીનો વેશ ધારણ કરી હાઇવે રોડ ઉપર બેટરી લઈ ઉભો રહેતો હતો. અને પસાર થતાં વાહનોના ચાલકોને લલચાવતો હતો. જો કોઇ ડ્રાઇવર જાળમાં ફસાઇ જાય તો તેને મારમારી લૂટી લેતાં હતાં.

લુંટારૂ ગેંગે ૧૫ જેટલા વાહનચાલકોને શિકાર બનાવીને લૂંટી લીધા હોવાની આશંકા
દુમાડ ચોકડીથી કરજણ હાઇવે ઉપર વાહન ચાલકોને લલચાવી લૂંટ ચલાવતી ટોળકીએ ૧૫થી વધુ ડ્રાઈવરોને માર મારી લૂંટી લીધા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ બહાર આવી શકે છે.

Most Popular

To Top