સુરતના છેડે આવેલા કામરેજ નજીક નવા ગામમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે પીસીઆર વાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 1નું મોત નિપજ્યું છે, જ્યારે બે પોલીસકર્મી સહિત 4 ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકે કામરેજ નજીક નવા ગામ બ્રિજ પાસે બોલેરો, ટ્રેલર અને ટ્રાફિક પોલીસવાનને અડફેટે લીધા હતા. જેમાં બોલરો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી રફૂચક્કર થઇ ગયો હતો. જોકે પોલીસે ટ્રક ક્લીનરને પકડી પાડ્યો હતો અને ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દુર્ઘટનામાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસ કર્મી કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેકાબૂ બનેલા ટ્રક નંબર RJ 14 gn 5069એ પૂરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જયો હતો.
અકસ્માતમાં ત્રણ વાહનો વચ્ચે થયું છે, જેમાં પીકઅપ બોલેરો નંબર – GJ 19 X 2659, અકસ્માતગ્રસ્ત પોલીસ બોલરો નંબર – GJ 18 GB 6949 અને અકસ્માતગ્રસ્ત ક્રેન નંબર – GJ19 AM 01973 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
