મેક્સિકો: દક્ષિણ મેક્સિકો (Mexico)માં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. માલસામાન ભરીને જઈ રહેલો ટ્રક બ્રિજ પર પહોંચ્યો ત્યારે ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો અને સાઈડ પર ચાલતા રાહદારીઓને કચડીને આગળ જઈ પલટી મારી ગયો હતો. આ આકસ્માતમાં અંદાજે 54 લોકો માર્યા ગયા હોવાના અને લગભગ 5 ડઝન એટલે કે 60થી વધુ લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે.
દક્ષિણ મેક્સિકોમાં ગુરુવારે રાત્રે દર્દનાક અકસ્માત થયો છે. અહીં ચિયાપાસ (Chiapas)ની રાજધાનીમાં થયો છે. ટ્રક ડ્રાઈવરે ટ્રક પરથી નિયંત્રણ ગુમાવતા દુર્ઘટના સર્જાય હતી. રાજ્યના નાગરિક સંરક્ષણ કાર્યાલયના વડા લુઈસ મેન્યુઅલ ગાર્સિયા ( Luis Manuel Garcia)એ જણાવ્યું હતું કે મોટાભાગના મૃતકો અને ઘાયલ મધ્ય અમેરિકાના પ્રવાસીઓ હતા. જો કે હજુ સુધી આ સમાચારને સમર્થન સાંપડ્યું નથી. મોરેનોએ કહ્યું કે ઈજાગ્રસ્તોમાંથી કેટલાક લોકોએ પોતે પાડોશી દેશ ગ્વાટેમાલાના હોવાનું જણાવ્યું છે.
માહિતી અનુસાર ટ્રકમાં અંદાજે 107 લોકો સવાર હતા. મેક્સિકોમાં માલવાહક ટ્રકો દક્ષિણ મેક્સિકોમાં સ્થળાંતર-દાણચોરીની કામગીરીમાં આટલા લોકોને લઈ જતી હોય તે અસામાન્ય નથી. મોરેનોએ કહ્યું કે માણસોના વધારે વજનના કારણે ટ્રક પલટી મારી ગઈ હતી, આ સાથે જ ટ્રક એક સ્ટીલના પુલ સાથે અથડાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે મેક્સિકન અધિકારીઓએ પ્રવાસીઓને અમેરિકાની સીમામાં આવતા અટકાવ્યા હતા પરંતુ માનવ તસ્કરીની ગેરકાયદેસરની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે.