Madhya Gujarat

સિંગવડમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને મુશ્કેલી

સિંગવડ: સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને ખેતર માં નાખવા માટે ફાફા મારવાનો વારો આવ્યો હતો યુરિયા ખાતર બે ત્રણ દિવસથી બજારમાં નહીં મળતા ખેતરમાં ખાતર નાખવા માટે ખાતર આવે તેની ખેડૂતો દ્વારા રાહ દેખાઈ રહી હતી જ્યારે આ ચોમાસાની સિઝનમાં જ ખેડૂતોને ખાતર માટે ફાફા મારવા પડતા હોય છે અને વરસાદ પણ પડતો નહિ હોવાથી ખેડૂતોને બે બાજુ મુસીબતમાં મુકાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે ખેડૂતોને ખાતર ન મળતા પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ થઈ હોય તેમ લાગી રહ્યું છે જો ખરેખર સીંગવડ બજારમાં યુરિયા ખાતર નહી મળતા એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

આ યુરિયા ખાતર ખરેખર સિઝનમાં જ નથી ઉપરથી આવતું કે પછી જાણીજોઈને ખાતરની તંગી ઊભી કરવામાં આવે છે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ઉપલા અધિકારીઓ દ્વારા સિંગવડ તાલુકા માં યુરિયા ખાતરનો સ્ટોક ફાળવવામાં આવે તો સીંગવડ ના ખેડૂતોને આ યુરિયા ખાતર મળી રહે તેમ છે ખાતરના વેપારીઓને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે યુરિયા ખાતરની સાથે ડીએપી ખાતર પણ  જબરજસ્તી આપતા હોય તને ડીએપી નું વેચાણ નહિ હોવાથી વેપારીઓ દ્વારા યુરિયા ખાતર તેના લીધે નહીં મંગાવતા બજારમાં યુરિયા ખાતર નથી મળતું જ્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો પણ વધારે લગાવતા  ખાતર ના વેપારીઓ એ ગાડીઓ મંગાવાની બંધ કરી  હતી સરકારી અધિકારીઓ દ્વારા સીંગવડ બજારમાં યુરિયા ખાતરની ફાળવણી થાય અને ખેડૂતોને ઓછા ભાવ મળી રહે તેવી માંગ છે.

Most Popular

To Top