Charchapatra

પુલવામા એટેકના શહીદોને શ્રદ્ધાંજલિ

આ વર્ષે એક વાત ધ્યાને આવી કે 14 ફેબ્રુઆરીના રોજ લોકોના વોટ્સઅપ સ્ટેટસ  ઉપર વેલેન્ટાઈન દિવસની શુભકામનાઓ આપતાં સ્ટેટસથી વધુ પુલવામા એટેકમાં શહીદ થનારા આપણા આર્મીના જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં સ્ટેટસ જોવામાં આવ્યા. ચાલો આપણા માટે આનંદની અને ગર્વ લઈ શકાય એવી વાત છે. પરંતુ એક સવાલ આપણે આપણી જાત સાથે જ કરીએ કે શું આપણા દેશની આર્મીના કેટલાક જવાનો પોતાના પ્રાણની આહુતિ આપશે ત્યાર પછી જ આપણે આપણા દેશને વેલેન્ટાઈનથી વધુ મહત્ત્વ આપીશું? આપણો  બુદ્ધિજીવી વર્ગ વેલેન્ટાઈન દિવસની ઉજવણી સામે નાકનું ટેરવું ચઢાવીને કહે છે કે શું પ્રેમનો ઉભરો એક દિવસ પૂરતો જ સીમિત હોય છે? પ્રેમ તો બારેમાસ ખળ ખળ વહેતા ઝરણાંની જેમ અવિરત વ્યક્ત થતો રહેવો જોઈએ. એ જ રીતે વિચારીએ તો આપણો દેશપ્રેમ કે દેશદાઝ ફક્ત 15 મી ઓગષ્ટ, 26 મી જાન્યુઆરી કે પછી આ રીતે જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાની હોય એ દિવસ પૂરતો જ ભભૂકી ઊઠે છે. દેશના વિકાસની અને પ્રગતિની  ભારતના જવાબદાર નાગરિક તરીકે બધાની જ છે.
– રૂપેશ દલાલ          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top