નવી દિલ્હી : દેશમાં દરરોજ કરોડો લોકો મુસાફરી (Travel) કરે છે. રેલમાં (Rail) મુસાફરી દરમ્યાન મુસાફરોની સુવિધાઓ અને તેમને મુસાફરી દરમ્યાન કોઈપણ અગવડ ન પડે તેની જવાબદારી ઈન્ડિન રેલવે (Indian Railways) કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના (IRCTC) ના માથે છે. યાત્રા દરમ્યાન ચા-નાસ્તો, ભોજન ઉપરાંતની સુવિધાઓ IRCTC દ્વારા તો પુરી પાડવામાં જ આવે છે. ઉપરાંત મુસાફરી દરમ્યાન તમારા કોચમાં વેઈટર (waiter) ભોજન (food) વેચવા માટે પણ આવે છે. તો હવે ભારતીય રેલવે દ્વારા આ દિશામાં વધુ એક ડગલું ભરવામાં આવી રહ્યું છે. IRCTC એ તેની વેબસાઈટ www.catering.irctc.co.in ની સાથે-સાથે હવે તેની ઈ કેટરિંગ એપ ફૂડ ઓન ટ્રેકના માધ્યમથી ઈ કેટરિંગ સેવાઓની પણ શરૂઆત કરી દીધી છે. આ સુવિધાથી સજ્જ થયેલી રેલવેમાં હવે વોટ્સઅપ નંબર થકી યાત્રીઓ ભોજનનો ઑર્ડર પણ મોબાઈલના માધ્યમથી આપી શકશે.
- વોટ્સઅપ નંબર થકી યાત્રીઓ ભોજનનો ઑર્ડર પણ મોબાઈલનાથી આપી શકશે.
- IRCTCએ શરુ કરી નવી સુવિધાવોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો
- રેલવે દ્વારા આ દિશામાં વધુ એક ડગલું ભરવામાં આવી રહ્યું છે
RCTCએ નંબર જાહેર કર્યો
રેલવે તંત્રએ તેની ઈ-કેટરિંગ સેવાઓ અને ગ્રાહકોને -આકર્ષિત કરવા માટે નવી દિશામાં એક પગલું આગળ ભર્યું છે. ભારતીય રેલ્વેએ હાલમાંજ રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp ઓર્ડરિંગ શરૂ કર્યું છે. આ માટે બિઝનેસ વોટ્સએપ નંબર +91-8750001323 શરૂ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં, વોટ્સએપ કોમ્યુનિકેશન દ્વારા ઈ-કેટરિંગ સેવાઓના અમલીકરણના બે તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ચારણમાં બિઝનેસ વોટ્સએપ નંબર www.ecatering.irctc.co.in લિંક પર ક્લિક કરીને ઈ-કેટરિંગ સેવાઓ પસંદ કરવા માટે ઈ-ટિકિટ બુક કરાવનાર ગ્રાહકને સંદેશ મોકલશે.
જાણો કેવી રીતે સેવાઓ કામ કરશે
આ વિકલ્પ સાથે, ગ્રાહકો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના સીધા જ IRCTCની ઈ-કેટરિંગ વેબસાઈટ દ્વારા સ્ટેશનો પર ઉપલબ્ધ તેમની પસંદગીની રેસ્ટોરાંમાંથી તેમની પસંદગીનું ભોજન બુક કરી શકશે. સેવાઓના આગલા તબક્કામાં WhatsApp નંબર ગ્રાહક માટે એક ઇન્ટરેક્ટિવ બન્ને તરફ સંચારનું પ્લેટફોર્મ બની શકશે જેમાં AI સંચાલિત ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ અંગેની તમામ ક્વેરી સંભાળશે અને તેમના માટે ફૂડ ઓર્ડર લેશે.
હાલમાં કેટલીક પસંદગીની ટ્રેનોમાં જ આ સેવા શરૂ કરવામાં આવી છે
શરૂઆતના તબ્બકામાં માત્ર પસંદગીની ટ્રેનોમાં જ મુસાફરો ઇ-કેટરિંગ સેવાઓનો લાભ લઇ શકશે. જેના માટે WhatsApp કમ્યુનિકેશન લાગુ કરવામાં આવ્યું છે અને ગ્રાહકોના પ્રતિસાદ અને સજેશનના આધારે રેલવે તેને અન્ય ટ્રેનોમાં પણ આ સુવિધાને સક્ષમ કરશે.હાલમાં દરરોજ લગભગ 50000 ભોજન ગ્રાહકોને IRCTCની ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા પીરસવામાં આવે છે જે તેની વેબસાઈટ તેમજ એપ પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.