Gujarat

‘ટ્રાવેલ-ટુરિઝમ ઉદ્યોગને કોરોનાના કારણે ભારે નુકસાન, રાહતો આપો’

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીના કારણે ટ્રાવેલ – ટુરિઝમ ઉદ્યોગને છેલ્લા બે વર્ષથી સતત કરોડોનું નુકસાન થઈ રહ્યું છે, જેથી આ ઉદ્યોગોને સરકારે રાહતો આપવી જોઈએ, તેવી ગુજરાત વેપારી મહામંડળ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.

પ્રવાસન વિભાગના અગ્ર સચિવને ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રાવેલ – ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓને વર્ષ 2021-22 અને વર્ષ 2022-23 માટે પ્રોપર્ટી ટેક્ષમાં માફી અને વીજળીના બિલોમાં રાહત આપવી જોઈએ. ન્યૂનત્તમ ચાર્જ – બિલીંગ ચાર્જની માફી અને વપરાશકર્તા દ્વારા વાસ્તવિક વપરાશ પર બિલની ચૂકવણી કરવામાં આવે.

પગાર માટે 35 ટકા સબસીડી આપવી જોઈએ. ટેક્સિ ઓપરેટરો માટે આરટીઓ તેમજ ટેક્ષમાં માફી અને વળતર આપવું જોઈએ. સરકારે ટ્રાવેલ – ટુરિઝમ ઉદ્યોગને પુન: બેઠા કરવા મદદ કરવી જોઈએ.

Most Popular

To Top