પરેશભાઇ ભાટિયાના 28 માર્ચના વરિષ્ઠ મંડળો વિશેના ચર્ચાપત્ર વાંચી હું આ લખવા પ્રેરાયો છું. તેમણે વરિષ્ઠ મંડળો વિશે યોગ્ય જ લખ્યું છે. કેટલાક મંડળોમાં આર્થિક પાસુ બરાબર નથી હોતું. યોગ્ય હિસાબો રજુ થતા નથી, જે ખુબ જરૂરી છે. તેઓ બેંકમાં મોટી મોટી ફીકસ ડીપોઝીટ બનાવે છે અને તેનો યોગ્ય હિસાબ રજુ કરતા નથી પરંતુ બધા વરિષ્ઠ મંડળો એવા નથી અને તેઓ અચૂક હિસાબો રજૂ કરે છે. મારે સુરતમાં એક એવા વરિષ્ઠ મંડળ વિશે જણાવવું છે જેનો વહીવટ પારદર્શક છે અને એક રૂપિયાની પણ ફીકસ ડીપોઝીટ આજ સુધી બની નથી, પરંતુ વરસને અંતે ઝીરો બેલેન્સ કરવામાં આવે છે તે મંડળ છે શ્રી ગંગેશ્વર વયસ્ક મિત્ર મંડળ.
જે ખુબજ સુચારુ રુપથી પારદર્શક વહીવટથી ચાલે છે. વરસને અંતે જે બેલેન્સની રકમ બચે છે તેની ફીકસ ડીપોઝીટ ન બનાવતા તે બચેલા રૂપિયામાંથી સભ્યોને ગીફટ આપવામાં આવે છે. નવા વરસથી ફરીથી ફી ઉઘરાવીને નવો વહીવટ ચાલુ થાય છે. 17 વરસથી આજ પ્રમાણે અમે આ મંડળ ચલાવીએ છીએ. આને માટે આ મંડળના સ્થાપક સભ્યો કે જેમણે મંડળના બંધારણમાં ઝીરો બેલેન્સની કાયમી કોલમ લગાવી ઘણું જ દુરંદેશીભર્યુન કાર્ય કર્યું છે તે ખરેખર ખૂબ જ કાબિલે તારિફ કહી શકાય. આને કારણે વરસને અંતે બેલેન્સ ઝીરો થવાથી બેંકમાં ડીપોઝીટ જમા થતી જ નથી અને વધેલા પૈસાના વિવાદોની સંભાવના પણ રહેતી નથી. આખા સુરતમાં ફકત આ એક જ વરિષ્ઠ મનડળ એવુન છે જેમાં આજે પણ ઝીરો બેલેન્સ થાય છે અને એનો અમને સભ્યોને ગર્વ છે.
સુરત – સુભાષ બી. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બેંકના પાસબુક પ્રિન્ટીંગ મશીનો : કમઠાણ
ડિજિટલ વ્યવહારને વેગ મળ્યા પછી પણ જુદાં જુદાં કારણોસર બેંક પાસબુક તો અપડેટ રાખવી જ પડે છે. બેંકોએ પોતાનું ભારણ ઓછું કરવા અને કસ્ટમરની સુવિધા વધારવા મશીનો મૂક્યાં છે. પરંતુ જ્યારે જોઈએ ત્યારે કોઈ ને કોઈ ( સર્વરની સમસ્યા) કારણસર આ મશીનો ચાલતાં નથી હોતાં અને જ્યારે ચાલુ હોય ત્યારે કેટલાંક ગ્રાહકો રુલ્સ અને રેગ્યુલેશનને ગજવે ઘાલીને ફરતાં હોય તેમ ઘણા સમયથી પ્રિન્ટ ન કરાવી હોય તેવી ઢગલાબંધ પાસબુક લઇ ઊભાં હોય ( મારી, તમારી , બધાંની )જેથી બીજાનો ટર્ન ન આવે.જેથી કેટલીક બેંકોએ તો સૂચના લખવી પડે છે કે એકી સમયે બે થી વધારે પાસબુક પ્રિન્ટ ન કરવી. જેથી મશીનો હોવા છતાં બેંકમાં પણ કર્મચારીઓ પ્રિન્ટીંગ કરી આપતાં હોય છે.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.