Dakshin Gujarat

નવસારી શહેરમાં સંક્રમણ વધ્યું, 11 ઝપેટમાં: જિલ્લામાં વધુ 19 વ્યક્તિને કોરોના

NAVSARI : નવસારી જિલ્લામાં ગુરૂવારે 19 કોરોનાના ( CORONA) નવા કેસો નોંધાયા હતા. જેમાં નવસારીમાં જ 11 કેસો નોંધાયા છે.નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધુ પ્રમાણમાં વધી રહ્યા છે. કોરોના બેફામ થઈ લોકોને ચપેટમાં લઈ રહ્યો છે. જેથી વધુમાં વધુ લોકો રોજના કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં ગુરૂવારે વધુ 19 કેસો કોરોનાના નોંધાયા છે. જેમાં નવસારીમાં 11, જલાલપોરમાં 4, ગણદેવી તાલુકામાં અને વિજલપોરમાં 2-2 કેસો નોંધાયા છે.


ગુરૂવારે વિજલપોર સીટી પોઈન્ટમાં સોસાયટીમાં રહેતા યુવાન, વિજલપોર યોગીનગર સોસાયટીમાં રહેતા યુવાન, ગણદેવી તાલુકાના મેંધર ગામે રહેતા આધેડ, ગણદેવી પારસી વાડ અંબાજી મંદિરની પાછળ રહેતા યુવાન, જલાલપોર તાલુકાના અબ્રામા ગામે દેસાઈ પોરમાં રહેતા યુવાન, હિન્દૂ ફળિયામાં રહેતા યુવાન, સમાજ મંદિરમાં રહેતા યુવાન, વેડછા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા યુવાન, નવસારી કાલિયાવાડી સીટી ટાવરમાં રહેતા યુવાન, નવસારી સત્તાપીર મીના ચેમ્બર્સમાં રહેતા યુવાન, નવસારી કબીલપોર આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા આધેડ, શાંતાદેવી રોડ કામધેનુ પાર્ક બિલ્ડિંગમાં રહેતા આધેડ, તીઘરા વાડી રૂદ્ર રેસિડન્સીમાં રહેતા આધેડ મહિલા, કડિયાવાડમાં રહેતા આધેડ અને યુવતી, ભેંસતખાડા વિરાવળ રિંગરોડ પર રહેતી યુવતી, કબીલપોર ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો યુવાન, કબીલપોર વર્ધમાન માર્બલમાં રહેતી યુવતી, કબીલપોર વસંત વિહારમાં રહેતા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.

આજે જિલ્લામાં 2381 લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેથી અત્યાર સુધીમાં કોરોનાના 176283 સેમ્પલ લેવામાં આવ્યા છે, જે પૈકી 172058 સેમ્પલ નેગેટિવ રહ્યા હતા. જ્યારે 1844 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 135 એક્ટિવ કેસો છે. જયારે આજે વધુ 23 દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1607 દર્દીઓ સાજા થઇ ગયા છે, જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

નવસારીમાં કોવિડ અંગેની સાચી માહિતી જાહેર કરવા આદેશ આપવાની માંગ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
નવસારી જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, આજ કાલ નવસારી શહેરમાં કોરોનાના કેસો ઘણા વધી રહ્યા છે. પરંતુ આરોગ્ય વિભાગ તરફથી જે માહિતી આપવામાં આવે છે, જે ઘણી વખત સત્યથી વેગળી માહિતી આપવામાં આવે છે તેવી લોક ચર્ચા ચાલે છે. જેથી નવસારી શહેરની તેમજ આજુબાજુના વિસ્તારની પ્રજા ગેરમાર્ગે દોરાય છે. અને સાવચેતીના પગલા લેવામાં ગેરસમજો ઉપસ્થિત થાય છે. તેમજ યોગ્ય સારવાર અંગેની માહિતી મેળવી શકતા નથી. તે જે તે સક્ષમ અધિકારીને જાહેર જનતાને વ્યવસ્થિત માહિતીઓ મળી શકે તેવા આદેશો આપવાની માંગ કરી છે.

Most Popular

To Top