SURAT

ટ્રેન છે કે વિમાન! સુરતમાં આ રૂટની ટ્રેનની ટિકીટનો દર 4000 પર પહોંચી ગયો..

સુરત : હાલમાં દિવાળીના (Diwali) લીધે ટ્રેનોમાં (Train) બુકિંગ (Booking) મળી રહ્યાં નથી. અનેક પ્રયાસો છતાં સામાન્ય મુસાફરોને (Passengers) ટીકિટ (Ticket) મળી રહી નથી. વતન જવા માટે લોકો રેલવે સ્ટેશન (Surat Railway Station) પર પડાપડી કરી રહ્યાં છે. એક તરફ સામાન્ય લોકોને ટીકિટ મળતી નથી ત્યાં બીજી તરફ બેનંબરમાં ટાઉટ દ્વારા ઊંચી કિંમતે ટીકિટ વેચવામાં આવી રહી છે.

ઉતર ભારતની (North India) ટ્રેનોના ભાવ ચાર હજાર પર ટાઉટોએ પહોચાડી દીધા છે. સામાન્યત 900 રૂપિયાનો ભાવ સ્લીપરનો (Sleeper) બોલાય છે. પરંતુ હાલમાં ઉતર ભારતની ટ્રેનોમાં ઓનલાઇ્ન (Online) ટિકીટ (Ticket) અને તત્કાલનો (Tatkal) ભાવ ચાર હજારની ઉપર પહોંચી ગયો છે. ઉતર ભારતની સ્લીપરની ટિકીટનો ભાવ વિમાનની ટિકીટ જેટલો પહોંચી ગયો છે. હાલમાં ટ્રેનમાં જો ઉતર ભારત તરફ જવું હોય તો અશકય થઇ ગયું છે.

Endless Waiting for Reservation in Trains Leaving Bihar | NewsClick

આ ઉપરાંત દિલ્હી (Delhi) અને ચંદીગઢમાં (Chandigardh) પણ સ્લીપર ટિકીટનો ભાવ 3000 પર પહોંચી ગયા છે. તેમાં પણ વીઆઇપી (Vip) ટિકીટ મેળવવા માટે પડાપડી થઇ રહી છે. હાલમાંતો ટાઉટોના ધંધા બંધ થઇ ગયા છે. સુરત, મહિધરપુરા, અઠવા પર ધંધો બંધ થતાની સાથે જ હવે તમામ ટાઉટો ઉધના તરફ વળ્યા છે. હાલમાં ઉધનામાં ટિકીટ મેળવવા માટે ઉધના આરપીએફ એક ટાઉટ પાસેથી બે હજાર રૂપિયા મેળવી રહી છે. કંટી , મુકેશે તેના માણસો હાલમાં ઉધના પર મૂકી દીધા છે. આરપીએફ આઇજીની સ્પષ્ટ સુચના હોવા છતા તેમની ઉપરવટ જઇને હવે ઉધના આરપીએફ દ્વારા ટાઉટો માટે દરવાજા ખોલી દેવાયા છે.

સુરત આરપીએફ કડક થઇ ત્યારે ઉધના આરપીએફએ ટાઉટો માટે દરવાજા ખોલી દીધા

હાલમાં જયારે ટાઉટોની પર દિવસની આવક એકથી પાંચ લાખની હોય છે ત્યારે હાલમાં તો આ આવક ઉધના આરપીએફની મહેરબાનીથી ઉધના તરફથી થઇ રહી છે. જયારે સુરતમાં ટિકીટનો કારોબાર હંગામી બંધ થઇ ગયો છે. સો કરતા વધારે ટાઉટો કંટી અને મૂકેશ જેવા ટાઉટો હાલમાં ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ થયા છે.

Most Popular

To Top