બીલીમોરા : બીલીમોરા (Belimora) રેલવે સ્ટેશનથી (Railway station) મુંબઈ (Mumbai) તરફ પસાર થતી અમદાવાદ (Ahmedabad) મુંબઈ ડબલ ડેકર ટ્રેનની (Train) અડફેટે એક 50 વર્ષનો અજાણ્યો પુરુષ ચડી જતા તેનું કરુણ મોત (Deth) નીપજ્યું હતું.
મંગળવારે સવારે 10:00 કલાક આસપાસ બીલીમોરા રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ પસાર થઈ રહેલી અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રેલ્વે સ્ટેશનની વચ્ચે અપલાઈન ઉપર એક 50 વર્ષનો અજાણ્યો પુરુષ અટફટે ચડી જવાથી તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા. તેની માથાના ભાગથી ખોપડી પણ ફાટી જવાથી આખુ શરીર છુંદાઈ જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. મરણ જનાર અજાણ્યો પુરુષ આશરે 50 વર્ષનો છે, બાંધો મજબૂત છે. રંગે ઘઉં વર્ણ, જેની ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ છે. શરીર ઉપર તેણે સફેદ કલરનો કાળા ટપકાવાળું શર્ટ સાથે બ્લુ કલરનો જીન્સ પહેર્યુ છે. જેના જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં SAVTY કોતરાવેલું છે. અને ગળાના ભાગે ગોળ રાઉન્ડવાળું તથા નીચે લાઈનવાળું ટેટુ કોતરાવેલ છે. તો ઉપરોક્ત અજાણ્યા પુરુષના વાલી વારોસોને બીલીમોરા રેલવે આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ શાંતારામ ભાઈ રાજારામ ભાઈનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે.
ચાંપાવાડી ચાર રસ્તા ઉપર બે બાઇક અથડાતાં ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
વ્યારા: વ્યારા-માંડવી રોડ ઉપર આવેલા ચાંપાવાડી ચાર રસ્તા ઉપર બે બાઇક અથડાઈ હતી. આ બનાવમાં પૌત્ર સાથે જતાં વૃદ્ધને સારવાર માટે વ્યારાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારાના ઉંચામાળાના ઘુમટી ફળિયામાં રહેતા કિરણ કનેશ ગામીત (ઉં.વ.25) તેમના દાદા બાબલ નાહિયા ગામીત (ઉં.વ.60) સાથે બાઇક નં.(જીજે 26એચ 0367) લઈને ગત તા.25 ઓક્ટોબરે વ્યારા બજાર તરફ જઈ રહ્યા હતા. એ વેળા વ્યારા-માંડવી રોડ ઉપર આવેલા ચાંપાવાડી ચાર રસ્તા ઉપરથી પસાર થતી વેળા એફઝેડ બાઇક નં.(જીજે 26એમ 1018)ના ચાલક પોતાની બાઇક પૂરઝડપે હંકારી લાવતાં કિરણની બાઇક સાથે અકસ્માત થયો હતો. આ બનાવમાં વૃદ્ધ બાબલ ગામીતને ઇજા થતાં સારવાર અર્થે પ્રથમ વ્યારા રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જેની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનથી કાકરાપાર પોલીસ સ્ટેશન ખાતે આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.