નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ટ્રાઈએ તાજેતરમાં ટેલિકોમ ટેરિફ (Telecom tariff) 66મો સુધારો ઓર્ડર જાહેર કર્યો છે. જ્યાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs)ને 28 દિવસની જગ્યાએ 30 દિવસની વેલિડિટી (Validity) સાથે રિચાર્જ પ્લાન (Recharge plan ) રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રાઈના નવા આદેશ અનુસાર દરેક ટેલિકોમ કંપનીએ (Telecom company ) ઓછામાં ઓછું એક પ્લાન વાઉચર (Plan voucher) , એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર ઓફર (Combo voucher offer) કરવું જોઈએ, જેની વેલિડિટી 28 દિવસની જગ્યાએ 30 દિવસની હોવી જોઈએ.
30 ને બદલે 28 દિવસ જ રિચાર્જ આપે છે કંપની
હાલમાં જ યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી કે ટેલિકોમ કંપનીઓ એક મહિના સુધી સંપૂર્ણ રિચાર્જ આપતી નથી. ટેલિકોમ કંપનીઓ મહિનામાં 30 દિવસની જગ્યાએ 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન ઓફર (Offer) કરી રહી છે, ત્યારપછી ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
ટૂંકા દિવસોની માન્યતા આપવાનો આક્ષેપ
વાસ્તવમાં એવી ફરિયાદ હતી કે રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા (Vi) જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓ એક મહિનાના રિચાર્જના નામે ગ્રાહકોને 30ને બદલે 28 દિવસની વેલિડિટી ઓફર કરે છે. ગ્રાહકોના મતે, દર મહિને 2 દિવસની કપાત કરીને, કંપનીઓ વર્ષમાં લગભગ 28 દિવસની બચત કરે છે. આ રીતે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને વર્ષમાં 12ને બદલે 13 મહિના માટે રિચાર્જ કરાવે છે. તેવી જ રીતે, બે મહિનાના રિચાર્જમાં 54 અથવા 56 દિવસની માન્યતા ઉપલબ્ધ છે. જ્યારે ત્રણ મહિનાના રિચાર્જમાં 90 દિવસની જગ્યાએ 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે.
ગ્રાહકોને શું ફાયદો થશે?
અત્યાર સુધી ગ્રાહકોને 1 મહિનાનો પ્રિપેઈડ પ્લાન રિચાર્જ કરાવવા પર બે દિવસ ઓછી વેલિડીટી મળતી હતી. માત્ર 28 દિવસ જ તેનો પ્લાન એક્ટિવ રહેતો હતો. વળી, પ્લાન પૂરો થઈ જતો હોવાના લીધે ગ્રાહકોને બે દિવસ વહેલાં આગામી મહિના માટે રિચાર્જ કરાવવું પડતું હતું. ટ્રાઈએ મોબાઈલ કંપનીઓની આ નાલાયકી પકડી સબક શિખવાડ્યો છે. હવે ગ્રાહકોને તેમના રૂપિયાનું પૂરેપુરું વળતર મળશે અને 30 દિવસ પૂરા પ્લાન એક્ટિવ રહેશે.