નાના હતા ત્યારે આ એક ગીત ગાતાં હતાં, ટામેટું રે ટામેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાહવા જાતું તું.આજે ટામેટાં માટે ઘી ગોળ ખાવા જેવા દિવસો આવી ગયા છે એ જોઈને ટામેટાં માટે આનંદની લાગણી થાય છે. ટામેટાંના સારા દિવસો આવી ગયા છે.આ આઝાદીના અમૃત મહોત્સવના સમયે ટામેટાં માટે પહેલી વાર લોકો આટલો ઊંચો ભાવ આપી ટામેટાંનું માન વધારી રહ્યાં છે. આ ખરેખર સારી વાત છે.આજે લોકો ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૨૦૦ રૂપિયાનું લીટર પેટ્રોલ લેવા પણ તૈયાર જ છે.આ તો સરકાર જ મૂર્ખ છે કે ભાવવધારો કરતી નથી.ટામેટાં, બટાકા અને દરેક વસ્તુના ભાવ વધે તો પણ પ્રજા આ સરકારને ઊની આંચ નહીં આવવા દે.લોકો કરોડપતિ બની ગયા છે અને દેશ મહાસત્તા. ભૂતકાળમાં પ્રજા ગરીબ હતી એટલે ડુંગળીના ભાવ વધે કે પછી કોઇ પણ વસ્તુના ભાવ વધે તો સરકારને બદલી નાખતી હતી. હવે પ્રજા અમીર છે.પોતે બદલાઈ જાય છે પણ સરકાર નહીં બદલવા દે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
