Fashion

આજનો નવો ટ્રેન્ડ

ટિવનિંગ આઉટફિટ્સ For Mother & Daughter

કહેવાય છે કે દીકરીઓ માતાનો પડછાયો હોય છે. એને પોતાની માતા જેવા ગુણો અને પર્સનાલિટી પણ મળે છે. આજકાલ માતા અને એની લાડલીના મેચિંગ ડ્રેસ (યાને કે ટિવનિંગ)ની ફેશન છે. તમે પણ કોઇ ફંકશન, પાર્ટી કે વારતહેવારે તમારી પ્યારી બેટી સાથે મેચિંગ આઉટફિટ પહેરી શકો છો. તમે બંને ખૂબસૂરત અને અટ્રેક્ટિવ લાગશો. બધાંનું ધ્યાન પણ તરત જ તમારા તરફ દોરાશે.

દરેક મમ્મી પોતાની દીકરીને સુંદર ડ્રેસ પહેરાવવા ઇચ્છે છે પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા જેવા જ આઉટફિટ્‌સ સાથે તમારી દીકરીને તૈયાર કરશો ત્યારે તમારો આનંદ પણ બેવડાઇ જશે? મધર-ડોટર મેચિંગ ડ્રેસિસ કદી પણ આઉટ ઓફ ફેશન થતાં નથી અને કોઇ પણ અવસર માટે એ પરફેકટ ચોઇસ છે. તમે બંને એકસરખાં તૈયાર થશો તો એ તમારે માટે કાયમી સંભારણું પણ બની જશે. તમને એવા ઘણા અવસરો મળશે જયારે તમે મેચિંગ ડ્રેસ પહેરી આકર્ષણનું કેન્દ્ર બની શકશો.

બર્થ-ડે
તમારી પ્રિન્સેસની બર્થ-ડે તમને મેચિંગ ડ્રેસ પહેરવાનો સરસ મોકો આપે છે. તમે મોમ-ડોટર ગાઉન કે ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટસ પહેરી શકો. તેમાં તમને અનેક વિકલ્પો પણ મળી રહેશે. તમારી લાડલી સાથે મેચ કરીને બર્થ-ડેનો આનંદ બમણો થઇ જશે.
તહેવાર
આપણે ભારતીયો તો દરેક તહેવાર આનંદ- ઉલ્લાસથી ઉજવીએ. તો પછી મધર-ડોટર મેચિંગ આઉટફિટ્‌સથી કેમ ઉમંગ ન વધારીએ? તહેવારમાં તમે લહેંગા, શરારા સૂટ જેવા એથનિક ઇન્ડિયન વેર પહેરી શકો.

લગ્નપ્રસંગ
સગાંવહાલાંના લગ્નમાં આપણે સામાન્ય રીતે નવા કપડાં લઇએ છીએ. આ મધર-ડોટર મેચિંગ ડ્રેસિસ બેન્ડવેગનમાં જોડાવાની સરસ તક આપે  છે. તમે લગ્નના થીમને અનુરૂપ મેચિંગ ડ્રેસ સિવડાવી પણ શકો.
સ્ટાઇલ
મધર-ડોટર મેચિંગ આઉટફિટ્‌સ તમે તમારી સ્ટાઇલ મુજબ કસ્ટમાઇઝ પણ કરાવી શકો. અવસર પ્રમાણે તમે કલર, ફેબ્રિકસ અને એમ્બ્રોઇડરી પસંદ કરી શકો.

ઇન્ડિયન એથનિક
દરેકને સૂટ થાય એવી ઘણી સ્ટાઇલ આમાં તમને મળી રહેશે. તમે લહેંગા-ચોળી, અનારકલી ડ્રેસ અથવા સલવાર-સૂટ પણ પસંદ કરી શકો. તમે મિકસ એન્ડ મેચ પણ કરી શકો. તમે સાડી સાથે પ્રિન્ટેડ બ્લાઉઝ પહેરી શકો તો તમારી પ્રિન્સેસ એ જ મટીરિયલ અને પ્રિન્ટસમાંથી બનેલાં લહેંગા- ક્રોપ ટોપ પહેરી શકે.
વેસ્ટર્ન
પાર્ટી, વેકેશન અને ડેઇલી વેર માટે પણ મોમ-ડોટર વેસ્ટર્ન વેર પરફેકટ છે. તમે જમ્પસૂટ, ની-લેન્થ ડ્રેસિસ, ટોપ-બોટમ સેટ્‌સ કે મેકસી ડ્રેસમાંથી કંઇ પણ પસંદ કરી શકો. આ આઉટફિટ્‌સ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ હોય છે અને તમે એ અન્ય પ્રસંગે પણ પહેરી શકો છો.

ગાઉન્સ
ફુલ લેન્થ ગાઉન્સ ફોટોજનિક હોય છે અને સારા પણ દેખાય છે. તે વેડિંગ રીસેપ્શન, બર્થ-ડે પાર્ટી અને મેટરનિટી શૂટસ માટે યોગ્ય છે.
ઇન્ડો-વેસ્ટર્ન
ઇન્ડો વેસ્ટર્ન એ ફયુઝન છે. ફલોઇ સ્કર્ટ, એમ્બ્રોઇડરીવાળા ક્રોપ ટોપ સાથે હોય કે ઇન્ડિયન એમ્બ્રોઇડરીવાળા જમ્પસૂટ હોય આ મેચિંગ ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્‌સ ઘણા અવસરે પહેરી શકાય છે. તમે તહેવારોમાં, મહેંદી, સંગીત જેવા પ્રી વેડિંગ ફંકશનમાં કે પાર્ટીમાં એ પહેરી શકો. કોઇ પણ પ્રસંગે તમને સ્ટાઇલિશ મોમ એન્ડ ડોટરનું બિરૂદ મળી જ જશે.

Most Popular

To Top