વડોદરા : હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. તેમાંયે ચૈત્ર નવરાત્રીમાં ભક્તો અને સાધકો મા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. પાંચમા દિવસે મા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંધમાતાની પૂજા કરવામાં આવે છે અને સ્કંદ માતાની પૂજામાં કુમાર કાર્તિકેયનું હોવું જરૂરી છે. નવરાત્રીમાં નવદુર્ગાના સ્વરૂપોનું પૂજન અર્ચન કરવું વિશેષ ફળદાયી છે . જ્યોતિષાચાર્ય સત્યમ જોશીએ ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં નવરાત્રીના પાંચમા દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે નવરાત્રીના પાંચમા દિવસે સ્કંધ માતા નું પૂજન અર્ચન કરવું જોઈએ સ્કંધમાતા નવદુર્ગા નું પાંચમું સ્વરૂપ છે. સ્કંધ માતાનો અર્થ થાય સ્કંધ ની માતા એટલે કાર્તિકેયની માતા , માં પાર્વતી નું જ આ સ્વરૂપ છે માનો વર્ણ શુભ્ર એટલે કે સફેદ છે તેમને ચાર ભુજાઓ છે બે હાથમાં કમળ એક હાથ માં કાર્તિકેય પકડેલા છે અને બીજો હાથ વરદમુદ્રામાં છે સિંહ પર આરૂઢ સ્કંધમાતા સૂર્ય લોકની અધિષ્ઠાત્રી દેવી કહેવાય છે માતાજી નું સ્વરૂપ અલૌકિક અને તેજોમય છે.
ઉપરાંત ઘનુષ બાણ પણ ધારણ કરેલા છે. માં સદૈવ ભક્તોની રક્ષા માટે તત્પર હોય છે અને ભક્તોના દુઃખ હરવા માટે સદૈવ પ્રખ્યાત છે.જે જાતકોને સંતાન નથી, જેમના સંતાનો સદૈવ બીમાર રહેતા હોય, સંતાનો ને સંકટો આવતા હોય તેમણે ખાસ કરીને આજના દિવસે સ્કંદમાતાની પૂજા અર્ચના કરવી લાભદાયી થાય છે માં સ્કંધ માતા પોતાના ભક્તો માટે સદૈવ સોમ્ય અને આનંદદાયીની હોય છે.સ્કંધ માતાની ભક્તિ કરવાથી સુખ શાંતિ આનંદ સંતાન પુત્રાદી સહિત યશ ધનની પ્રાપ્તિ થાય છે સ્કંધ માતાનીપૂજા અર્ચના કરવા ખાસ લાલ સ્થાપન પર માતાજીને બિરાજિત કરવામા આવે છે. માતાને સુહાગનનો સામાન પણ અર્પણ કરવામા આવે છે. માતાજીનું સફેદ અને લાલ પુષ્પથી પૂજન કરવું જોઈએ વિશેષ કરી માતાજીને ખીર અને દાઢમનું નૈવેદ્ય અર્પણ કરી “રીમ સ્કંધ મતાયે નમ: “ આ મંત્ર ની 1 માળા કરી ધુપ દીપ નૈવેદ્ય અર્પણ કરી આરતી કરવી લાભ કારી રહે. ખાસ કરી આજના દિવસે વિદ્વાન બ્રાહ્મણ પાસે સંપુટિત ચંડીપાઠ કરાવવો જોઈએ અથવા દેવીયાગ કરાવવો લાભ કારી બને છે.