વડોદરા: નવલી નવરાત્રીના નવ દિવસ માતા ની આરધના કરવામાં આવે છે અને ત્યારબાદ દશેરાના દિવસે લોકો ઉત્સાહ ભેર ફાફડા જલેબી ખાતા હોય છે. જ્યારે આ વર્ષે શહેરમાં ફાફડા જલેબી શહેરી જનો માટે મોંઘા બન્યા છે. ઘીની જલેબીનો ભાવ એક હજાર રૂપિયા અને ફાફડા ૮૦૦ રૂપીયા ચોખ્ખા વધુ હોય છે. શુધ્ધ ધીની એક કિલો ગ્રામ જલેબીનો ભાવ ૧૦૦૦ રૂપિયા જેટલો બોલાય છે. જ્યારે ફાફડા પ્રતિ કિલોગ્રામના ૭૦૦ થી ૮૦૦ રૂપિયા બોલાય છે. જોકે વિજયા દરામીના પર્વ સિવાય ના ચાલુ દિવસોમાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો ગ્રામ ૩૫૦ થી ૪૦૦ નો ભાવ સામાન્ય રીતે રહેતો હોય છે પરંતુ રાતોરાત કમાણી કરી લેવાના ઇરાદે વેપારીઓ અને ભંડારો વાલા મનસ્વી રીતે પોતાના ભાવ વધારી દેતા હોય છે અને જે રીતે ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ પણ મોટી દુકાનોમાં સામાન્ય રીતે અડધા જેટલો હોય છે.
એવી જ રીતે નાના દુકાનદારો પણ જલેબીનો ભાવ અડધો રાખતા હોય છે પરંતુ એક જ દિવસમાં માલેતુજાર બની જવાના ઈરાદે વેપારીઓ સામાન્ય પ્રજાજનનું કોઈપણ જાતનું હિત જોવા માટે તૈયાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જુના જમાનામાં નાના મોટા વેપારીઓમાં ઓછા નફાથી વધુ વેપાર કરવાની નીતિ હતી. તેમાંય વેપારીઓ ગ્રાહકોને ભગવાન સમજતા હતા પરંતુ કાળક્રમે આ બધું ભુલાઈ રહ્યું છે.
આજે કરોડો રૂપિયાના વાહનોની ખરીદી થશે
છેલ્લા બે વર્ષ બાદ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનના કારણે ઘણા ધંધા રોજગારમાં મંદીનો માહોલ બન્યો હતો. પરંતુ આ વર્ષે કોરોના કાળ દરમિયાન વડોદરામાં દશેરાના તહેવાર પર વાહનોના વેચાણમાં પાછલા વર્ષ કરતા આ વર્ષે વધારો જોવા મળ્યો છે. દશેરાના તહેવાર પર નવા વાહનોની ખરીદી થતી હોય છે, ત્યારે કોરોના કાળ દરમિયાન વાહનોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે વિજયા દશમીના પર્વે વહેલી સવારથી જ લોકો વાહનો ખરીદવા માટે ઉમટી પડશે. અને શહેરમાં કરોડો રૂપિયાના વાહનોની ખરીદી શહેરીજનો કરશે.