કાલોલ: કાલોલ તાલુકાનાઘુસર ગામ નજીક આવેલ ભૈરવ ની મુવાડી ના ચાર નાગરિકો દ્વારા લેખિત અરજી આપી ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર અને મામલતદાર મેં લેખિત અરજી આપી જણાવેલ કે ઘૂસર ગામની હદમાંથી ગોમા નદીમાંથી રેતી કાઢતા 20 થી 25 ટ્રેક્ટર ચાલકો રાતદિવસ ટ્રેક્ટરો ચલાવીને રેતી ભરી જાય છે અમો અટકાવી એ તો ધાક-ધમકી આપી અને ટ્રેક્ટર ચડાવી દેવાની ધમકી આપે છે.
આખો દિવસ કામ કર્યાં બાદ રાત્રે શાંતિથી સુવા પણ દેતા નથી તેવી લેખીત અરજી કરી છે ત્યારે બીજી તરફ વેજલપુર પોલીસ મથક પ્રભાતસિંહ ચૌહાણ રહેવાસી ભૈરવની મુવાડી દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ શનિવારે રાત્રી ના સુમારે તેઓ પોતાના ભત્રીજા અને છોકરા સાથે ઘરના ઓટલા પર સુઈ રહેલા ત્યારે ગુસર ગામના રાકેશ ભાઈ ગણપતભાઈ બારિયા તથા વિજયભાઈ ભગવાનભાઈ ચૌહાણ તથા વિક્રમભાઈ ભરવાડ અને સદ્દામ ફારૂક નામના ચાર ઈસમો મા બેન સમાણી ગાળો બોલી તમો રસ્તામાં કેમ સુઈ જાઓ છો અમારા રેતી ના ટ્રેક્ટરો કાઢવામાં તકલીફ પડે છે કેમ કહી રાકેશે લોખંડની પાઇપ પ્રભાતસિંહ અંદરસિહ ના માથામાં મારી દેતા તેમજ વિજય જમણા હાથની આંગળી ઉપર લોખંડની પાઇપ મારતા જ ચામડી ફાટી લોહી નીકળેલ ઉપરાંત વિક્રમ બરડામાં લાકડી મારેલ તેમનો ભત્રીજો છોડાવવા પડતા તેને પણ માર માર્યો હતો.