Columns

ડોલર સામે રૂપિયાને મજબૂત બનાવવા માટે નિકાસ વધારી આયાત ઘટાડવી જોઇએ

વૈશ્વિક બજારમાં ડોલરમાં નબળાઇ, ભારતમાં વિદેશી હુંડિયામણની અનામતમાં વધારો છતાં ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે સતત બીજી વખત સાપ્તાહિક ઘટાડા સાથે બંધ આવ્યો હતો. આ સાથે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ 83.36 ઉપર બંધ આવ્યો હતો. આમ એશિયાઇ ચલણો ડોલર સામે નરમ પડતાં રૂપિયાને પણ અસર થવા પામી છે. ડોલર સામે રૂપિયાને મજબૂત બનાવવા માટે સરકારે સ્થાનિક (ઘરેલુ) ઉત્પાદન વધારવા માટે ગૃહઉદ્યોગ અને લઘુ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપી તેની ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારી તેની નિકાસ વધારવી જોઇએ. સાથે સાથે બિનજરૂરી અને મોજશોખની ચીજ વસ્તુઓની આયાત બંધ કરી દેવી જોઇએ ઘટાડવી જોઇએ. તો ચોક્કસ ડોલર સામે રૂપિયો મજબૂત બનશે.
પાલનપુર    – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

૧૫ મી જાન્યુઆરી એ મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ હિન્દુ ધર્મમાં તારીખ પ્રમાણે ઉજવાતો એક માત્ર તહેવાર છે. પહેલાંના સમયમાં ૯મી જાન્યુઆરીએ ઉજવાતી મકરસંક્રાંતિ ધીમે ધીમે ૧૪મી જાન્યુઆરી પર આવી અને હવે આમ જોઈએ તો હવે લગભગ ૧૫મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ થાય છે. વર્ષમાં બાર સંક્રાંત થાય,સૂર્ય દર ત્રીસ દિવસે રાશિ બદલે,એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે સૂર્યસંક્રાંતિ થાય એટલે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ થાય. દાન ધર્મ પુણ્યકાળ ૧૫મી જાન્યુઆરીએ કરવામાં આવે છે અને જાહેર રજા ૧૪ મી જાન્યુઆરી હોય છે. હવેથી આગામી વર્ષોમાં મકરસંક્રાંતિ ૧૫મી જાન્યુઆરીએ ઉજવાશે. સરકાર દ્વારા તે દિવસે રજા જાહેર કરવી જોઇએ. દાન પુણ્યનું મહત્ત્વ ૧૫ મી જાન્યુઆરીએ હોવાથી ૧૪ મી જાન્યુઆરીની રજાનું મહત્ત્વ રહ્યું નથી. આ બાબતમાં જ્યોતિષાચાર્યો વધુ પ્રકાશ પાડી શકે.
સુરત     -કિરીટ મેઘાવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top