Madhya Gujarat

આણંદને પ્લાસ્ટીક મુક્ત બનાવવા કલેક્ટરે કાપડની થેલી વિતરણ કરી

આણંદ : આણંદ જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત બનાવા માટે શહેરની શાકભાજી માર્કેટમાં કલેકટર મનોજ દક્ષિણી અને નિવેદિતા ફાઉન્ડેશનના અધ્યક્ષા નીપાબેન પટેલ દ્વારા માર્કેટના વેપારીઓ અને શાકભાજી લેવા આવતા નાગરિકોને પ્લાસ્ટીકના  બદલે કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ આવે તે માટે કાપડની થેલીનું વિતરણ કર્યું હતું. સાથોસાથ શહેરીજનો અને નાગરિકોને જયારે પણ બજારમાં ખરીદી કરવા જાય ત્યારે કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત રાષ્ટ્રને પ્લાસ્ટીકમુકત બનાવવા અભિયાન ચાલી રહ્યું છે.

જે અંતર્ગત આણંદ જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત બનાવા માટે આણંદના શાકભાજી માર્કેટ ખાતે વેપારીઓ અને નગરજનો કલેક્ટર મનોજ દક્ષિણી અને નીપાબેન પટેલ દ્વારા કાપડની થેલીનું વિતરણ કરી શહેરને પ્લાસ્ટીક મુક્ત બનાવા અપીલ કરી હતી. આ અંગે કલેકટરે આણંદ શહેર અને જિલ્લાને જો પ્લાસ્ટીક મુક્ત કરવું હશે, તો નાગરિકો સ્વયમ જાગૃત થઇ પ્લાસ્ટીકને તિલાંજલી આપી શહેર અને જિલ્લાને પ્લાસ્ટીક મુકત બનાવી શકીશું, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના અધ્યક્ષા નીપાબેન પટેલે પ્લાસ્ટીક મુકત બનાવવા અર્થે ૨૧ હજારથી વધુ કાપડની થેલીનું વિતરણ કર્યું છે. તેમણે વધુમાં માનવજીવન, પશુજીવનને અને પર્યાવરણ પર થઇ રહેલી અસર અને નુકશાનથી બચવું હશે. તો પ્લાસ્ટીકને તિલાંજલી આપવી પડશે તેમ જણાવી નાગરિકોને જુના કપડામાંથી એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કાપડની થેલી બનાવી બજારમાં ખરીદી કરવા જાવ ત્યારે ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે નીપાબેન પટેલ સાથે ફાઉન્ડેશનની મહિલાઓ જોડાઇને શાકભાજી માર્કેટના વેપારીઓ અને નાગરિકોને કાપડની થેલીનું વિતરણ કરવાના કાર્યમાં સહભાગી થઇ હતી.

Most Popular

To Top