Charchapatra

નદીના બંધ (dem) વિશે અવનવું

દર વરસે પુષ્કળ વરસાદ પડે છે, નદી ના ડેમ ભરાય છે, પરંતુ શિયાળો પૂરો થતાં પાણી ની બૂમો પડે છે. હવે ડેમ માં ખૂબ ઓછું પાણી છે, ઉનાળા માં પાણી ની તંગી પડશે, નર્મદા ના પાણી આ ડેમ માં ભરવા પડશે, આવી બૂમો દર વરસે પડે છે અને પડતી રહેશે. આ સમસ્યા નો ઉકેલ છે. જ્યારે ડેમ માં પાણી ઓછું હોય, ત્યારે જ્યાં પાણી ના હોય તે ભાગ માં 10 થી 20 ફૂટ નું ખોદાણ કરી ઊંડું કરવામાં આવે, તબક્કા વાર ઊંડું કરી  આખો ડેમ ઊંડો કરવામાં આવે, તો ચોમાસામાં ડેમ માં વધુ પાણી સંગ્રહ કરી શકાય. અને ડેમ મlથી વારંવાર પાણી નદી માં છોડવાની જરૂર ન પડે અને પૂર આવવાની શક્યતા ના રહે.

(જાપાન માં જમીન માં નીચે વિશાળ પાણી સંગ્રહ કરી શકાય તેવા પાકા બાંધકામ કરી, પાણી સંગ્રહાલય બનાવેલા છે, જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે બધું પાણી સંગ્રહાલય માં નાખી પૂર અટકાવે છે અને જરૂર ના હોય ત્યારે પાણી સમુદ્ર માં ઠાલવી કાઢે છે આ વિસ્તૃત માહિતી ટીવી ની એક ખાનગી ચેનલ પર પ્રસારિત થઈ હતી) . ડેમ ની ઉંચાઈ વધારવા કરતા ડેમ ની ઊંડાઈ વધારવી સુરક્ષિત છે. દક્ષિણ ગુજરાત માં હાલ ઘણા તળાવ ખોદી ઊંડા કરાયા છે. બસ આજ રીતે ડેમ ઊંડા કરાય તો ખૂબ પાણી સંગ્રહ કરી શકાય. જે પ્રજા માટે ઉપયોગી નીવડે.

પ્રજા, પાણી માટે હેરાન પરેશાન ના થાય. આ એક સમાજ ઉપયોગી કામ થાય. ડેમ ઊંડો કરવામાં જે ખર્ચ થાય એની સામે માટી ના વેચાણ થી આવક પણ થાય. જો આ રીતે જમીન ના લેવલ થી, નીચે, ડેમ ખોદી ઊંડા કરાય તો સુરક્ષા વ્યવસ્થા બની રહે. ચોમાસામાં વરસાદ ના શુધ્ધ પાણી બોર અને , કૂવા માં ઉતારવામાં આવે, તો પણ દરિયામાં વહી જતું પાણી અટકાવી, સંગ્રહ કરી ભૂસ્તર વધારી શકાય છે. ખેડૂત પાસે વધારે જમીન હોય તો એકાદ વિઘા જમીન ની ખેત તલાવડી બનાવી પોતાના પાક, ખેત પેદાશ માટે બીજા પર આધાર રાખ્યા વિના સ્વયં નિર્ભર સિંચાઇ કરી મબલખ પાક, ખેત ઉત્પાદન વધારી શકે. જળ બચાવો, કારણ કે જળ એ જ જીવન છે.
વડોદરા    – જયંતિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રમકડું ન બનો જાતે આગળ વધો
હસમુખ, આનંદી, રંગીલું અને ખુશમિજાજી- વ્યક્તિત્વના માલિકને ‘રમકડું’ પણ કહેવામાં આવે. બીજું, દેખાવડી, તકલાદી, નજીવી ચીજ-વસ્તુ, જેનું ખરેખર કંઈ કિંમત ન હોય પણ માત્ર જોઈને ખુશીની લાગણી થાય તે રમકડું. ખાસ તો નાનાં છોકરાંને રમવાની વસ્તુ, ખિલૌના જે માટી, કપડાં અને હવે તો ભાતભાતની ચીજોથી બનાવેલ પૂતળા-પૂતળી, ઢીંગલીઓ- બધાને રમકડું કહેવાય. બાળકોને રમકડું પ્રિય હોય તેઓને આનંદ આપે છે. કેટલાંક રમકડાં ચાવી ભરો તો નાચે, કૂદે ને આગળ-પાછળ દોડે. દિશા પણ જાતે જ બદલી શકે. કઠપૂતળી નાચે પણ નચાવનાર જેમ નચાવે તેમ નાચે. લોકશાહીમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર હોય પોતાની રીતે યોગ્યતા મુજબ વર્તન કરી શકે છે.

કોઈના દબાણમાં આવી પરવશ થઈ જાય તે અનુચિત કહેવાય. આપણે જોઈએ છીએ કે બાળપણમાં ઢીંગલીથી રમતો બાળક જેમ મોટો થતો જાય તેમ તેની રમત, રમકડાં પણ બદલાઈ જાય. અલબત્ત, આજે તો નાનાંમોટાં દરેકના હાથમાં મોબાઈલ જ હોય. બીજા કોઈ આપણને મનફાવે તેમ નચાવે તેમ પરવશ થઈને રમકડું બની જવું એના કરતાં મરજીથી આગળ વધવું લાભદાયક છે. કોઈકે કહ્યું છે કે, ‘બાળકો તો મોટાંઓનાં વર્તનના પડઘા હોય છે.’ આમ પણ સંતાનોને ચાવી ભરીને આપણે મનફાવે તેમ નચાવીએ તેને બદલે તેને ગમે તેવા-પસંદગી મુજબના અભ્યાસમાં આગળ વધવાની છૂટ આપીએ તો મને લાગે છે કે તેનું ભાવિ પ્રકાશમય થઈ શકે છે. હા, જ્યાં ભૂલો થતી હોય ત્યાં રાહબર, માર્ગદર્શક અને પ્રોત્સાહક બનીએ.
નવસારી           – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top