Comments

અનંત કાળ સુધી ચાલતી પ્રવેશ પ્રક્રિયા કોના લાભાર્થે ચાલે છે ?

શિક્ષણ સંસ્થાઓ માં એડમીશન ની છેલ્લી તારીખ કઈ ? વાલી પાસે રૂપિયા ખાલી થઈ ગયા હોય એ …… એતો હવે સ્પસ્ટ થઇ ચુક્યું છે કે કોરોના કાળ ઘણા ને ફળ્યો છે. એમાય શિક્ષણ ક્ષેત્ર માં તો એ નફા કારક પુરવાર થયો છે. નેતાઓ અધિકારીયો અને જાહેર માધ્યમો ની સાઠગાઠ પ્રજાનું હિત જોતી નથી . 

કાઈ ભળતા સળતા વિષયો પર ચર્ચાઓ ચલ્યા કરે છે પાકિસ્તાનમાં ટમેટા ના ભાવ,, ચીનના સેનીકો ટાઢ સહન નથી કરી શકતા .ટ્રમ્પ નો નવો પ્લાન આ બધાની આપણને ખબર છે પણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં એડમીશન ક્યારે પતે ..ભણાવાય છે કેટલા દિવસ આપડું બાળક જ્યાં ભણે છે ત્યાં અધ્યાપકો શિક્ષકો છે કે કેમ એની આપણને ચિંતા તો ઠીક ખબર પણ નથી.

હોતી એમાં આ કોરોના …કોરોના એ શરીર ના ક્યાં ક્યાં ભાગ પર અસર કરી તેના વિવિધ સંશોધનો આવતા રહે છે પણ ખરેખરતો કોરોનાએ આપડા વિચાર તંત્ર પર મોટી અસર કરી છે.આપડે લગભગ બઘવાઈ ગયા છીએ. આમતો આત્યારે બીજું સેમેસ્ટર અડધું થવા આવ્યું પણ કોરોના કાળમાં બધું બે મહિના મોડું ચાલી રહ્યું છે એટેલ પ્રથમ વર્ષ કે પ્રથમ સેમેસ્ટર માં હજુ એડમીશન ચાલે છે.

સોં ને થશે કે આ કોરોના ના કરને છૂટ આપી હશે ..ના આપડે ત્યાં કોલેજ કક્ષના શિક્ષણમાં પરીક્ષણ ના અગલા દિવસ સુધી એડમીશન થાય છે અને યુનીવર્સીટી નબર ફાળવે છે એટેલ વિદ્યાર્થી ઈચ્છે તો પ્રીક્શના આગલા દિવસે પણ ફી ભરી ને પોતાનું એડમીશન પાકું કરાવી શકે છે માત્ર ટેનમાં લેટ ફી રૂપી લાંચ આપવાની તેયારી જોઈએ.

સરકારી શિક્ષણ વ્યવસ્થામાં આમતો બધું જ નક્કી હોય ,,નિયમ બદ્ધ હોય .કોલેજ ક્યારે શરુ થશે, ક્યારે પૂરી થશે ,ક્યારે વેકેશન હશે ,ક્યારે પરીક્ષા લેવાશે ..વગેરે બધ્ધું નિયમ બદ્ધ ..વળી આમતો નિયમ એવો કે નિયમ કરતા ઓછી હાજરી હોય તેનું સત્ર માન્ય નથાય માફકસરની હાજરી હોય તો જ વિદ્યાર્થી પરીક્ષાને પાત્ર થાય ,,જુના ભૂતકાળમાં હાજરી ખૂટતી હોય તો પરીક્ષા ગુમાવ્યા ના દાખલા મળશે

..કોલેજ સ્કુલ ને કાલાવાલા કર્યા ના કે દાન દક્ષિણા આપીને હાજરી કરાવ્યા ના કિસ્સા પણ હશે પણ હવે સેલ્ફ ફીનાન્સ માં તો   આ કિસ્સો જ ખત્મ .ફી ભરો તો સંસ્થાનો માલિક જ યુનીવર્સીટી કે બોર્ડ માંથી મજુરી લઇ આવશે અને ટર્મ ગ્રાન્ટ !

આપડે જોવા સમજવાની જરૂર છે કે સેલ્ફ ફાઈનાન્સ સ્કુલો કોલેજો શરુ થયા પછી શિક્ષણના મૂળભૂત માપદંડો માં કેટલો ફેરફાર થયો છે અને અના કારણે હોશિયાર નિયમિત વિદ્યાર્થીઓ ને ભોગવવાનું આવ્યું છે માત્ર ફી ભરી ને ડીગ્રી મેળવવાનારા લાભ લઇ ગયા છે

છેલ્લી ઘડી સુધી એડમીશન અપાય છે તે કરતા પણ વધુ ગંભીર બાબત એ છે કે પ્રવેશની પાત્રતા ઘટાડી ને પણ પ્રવેશ અપાય છે. એક સમય હતો કે બી એડ માં એશી ટકાએ પણ એડમીશન નહોતું મળતું પણ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો આવ્યા પછી આ મીનીમમ લાયકાત નું ધોરણ પચાસ ટકા કરતા નીચે લઇ જવાયું છે ,પહેલા વિદ્યાર્થીએ જે વિદ્યા શાખામાં અભાય્સ કર્યો હોય તે જ વિદ્યા સાખમાં આગળ અભ્યાસ ની છૂટ મળતી જ્યારે હવે સંચાલકો ના દબાણને કારને તમામ નિયમ બદલાઈ ચુક્યા છે .કહેવાય છે કે લાભ માટે શેતાન પણ શાસ્ત્ર ની વાત કરે છે એમ ભણવું હોય તેને રોકવું શુકામ ? આવા આદર્શ નો આધાર આ લોકો પણ લઇ રહ્યા છે. માટે હવે કોઈ પણ વિદ્યા શાખાનો વિદ્યાર્થી કોઈ પણ વ્યવસાઈક કોર્સ માં એડમીશન લઇ રહ્યો છે અને એ પણ ગમે એટલી ટ્રાયલે આગળની પરીક્ષા પાસ કરી હોય તો પણ !

હવે આવનારા વર્ષો માં નોકરીઓ માં પણ નિયમો બદલાવના છે. અત્યાર સુધી એમ હતું કે અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો હોય તે અર્થશાત્ર નો શિક્ષક અધ્યાપક કે તેને સલગ્ન શાખા માં નોકરી કરશે પણ હવે એવું નહી થાય કોઈ પણ વિષય ભણેલો કોઈ પણ વિષય ભણાવી શકશે.

આમ પણ ઈતિહાસ ના વિદ્વાન રીઝર્વ બેંક ના નિર્ણયો કરી શકતા હોય રાજનેતાઓ આર્થિક વિકાસ સમજાવી શકતા હોય બાબુ ઓં અર્થ્શાત્રીઓ કહેવતા હોય સંચાલકો શિક્ષણ શાસ્ત્રીઓ કહેવાતા હોય તો …બધું જ શક્ય છે ..તો જાગૃત પ્રજાજનો ઉઘો અને સ્વસ્પ્ન આનંદ માં મસ્ત રહો.

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top