દરેક વ્યકિત જીવનમાં ખુશાલી અને આનંદ કિલ્લોલ આવે અને જીવન ધન્ય બની જાય તેવા અરમાનો સાથે જીવતો હોય છે, પરંતુ સંસાર એ સમસ્યાની ખાણ છે. અનેક સંઘર્ષ, ઉતાર-ચઢાવ, વિરોધ અવરોધ આવે છતાં તેની સામે ઝઝૂમતા શીખો, લલકાર અને પડકારનો સામનો કરો, સ્વાર્થ એ મૃત્યુ છે અને પરમાર્થ એ જીવન છે. જયાં સુધી પોતાનો સ્વાર્થ સધાતો રહે ત્યાં સુધી હેપ્પીનેસ જોવા મળે છે, આતંકવાદી કરતા તકવાદી વધુ ઘાતકી હોય છે, કેમકે તકવાદીને કદી સંતોષ નથી હોતો, ગરજવાનને અનેક આશા અરમાનો હોય છે. તેને પુરી કરવા અનેક દાવ-પેચ, કાવાદાવા રમે છે.
આથી તે હેવીનેસથી ઘેરાયેલો રહે છે. પરંતુ પંન્યાસ પ્રવર પદમર્શનજી મહારાજ પોતાની અમૃતવાણીમાં દોહરાવે છે, જીવનમાં હેપ્પીનેસ લાવવા માટે જાતને ઘસી નાંખીને જગતનું કલ્યાણ કરતા શીખો. સમસ્યા અને દુ:ખો પ્રભુના માથે રાખી દો, શ્રધ્ધાની સરગમ મનના ભીતરમાં બજશેતો બેડો પાર થઇ જશે, ભાર, ટેન્શન વિનાની જીંદગી જીવશો તો અવશ્ય હેવીનેસ દૂર થશે અને હેપ્પીનેસનું નિર્માણ થશે એમ જણાવી માનવ જીવનના મૂલ્યો સમજાવ્યા હતા.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે