વડોદરા: જાંબુવા ખાતે સનગોલ્ડ કોમ્પલેક્ષમાં પાણીના નવા કનેકશન આપવા બાબતે પાણી પુરવઠા િવભાગના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવા ગયેલા િશક્ષણ સમિતિના સભ્ય અને આરએસપીના ઈન્ચાર્જ અધ્યક્ષ નલિન મહેતાને કાર્યપાલક ઈજનેરે તેની કચેરીમાં જ મુઢ માર મારીને જોઈ લેવાની ધમકી આપતા મામલો ગરમાયો છે.
નલીન મહેતાએ કાર્યપાલક ઈજનેરે નવા કનેકશન માટે એક લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જાંબુવા ખાતે સનગોલ્ડ નામના કોમ્પલેક્ષના િબલ્ડરો તમામ મકાનો વેચી દીધા હતા. પાણીના કનેકશનોની સુિવધા કરી ન હતી. જેથી રહીશોએ 14 જેટલા નવા કનેકશનો માટે ડીસેમ્બર મહીનામાં અરજી કરી હતી.
કોઈ કારણોસર પાણી પુરવઠા િવભાગ તરફથી કનેકશનો ફાળવવામાં આવતા ન હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે પરવાનેદાર પ્લમ્બરે દક્ષિણ ઝોનના પાણી પુરવઠા િવભાગના કાર્યપાલક ઈજનેર રાઠોડને રજૂઆત કરતા રાઠોડે એક લાખની માંગણી કરી હતી અને પ્રેશર નહીં હોવાથી કનેકશનો આપવાની ના પાડી હતી.
જેથી સોમવારે આરએસપીના ઈન્ચાર્જ પ્રમુખ નલીન મહેતા રજૂઆત કરવા કાર્યપાલક ઈજનેર રાઠોડને રજૂઆત કરવા ગયા હતા. જેમાં રાઠોડે નવા કનેકશનના જોડાણ માટે એક લાખની માંગણી કરી હોવાના આક્ષેપ નલીન મહેતાએ કર્યા હતા એટલુ જ નહીં વાત વણસતા ઈજનેર રાઠોડે ઉશ્કેરાઈ જઈને નલીન મહેતાને ગાળો આપી કેબીનમાં જ ઢોર માર માર્યો હતો. જેમાં મહેતાના કપડા ફાટી ગયા હતા.
મહેતાએ આ બાબતે સયાજીમાં સારવાર કરવા સાથે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે ડેપ્યુટી ઇજનેર હેમલ રાઠોડએ જણાવ્યું હતું કે, જાંબુવા વિસ્તારમાં હાલ પાણીની સમસ્યાઓ છે, જેથી હાલ અમે નવા કનેક્શન આપતા નથી. મારી ઉપર પાણીના કનેક્શનો માટે એક લાખ રૂપિયા માંગવાનો આક્ષેપ છે તે ખોટો છે. હું ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કર્યાં બાદ ફરિયાદ અંગે વિચારીશ.