World

ટાઈટેનિકનું રેપ્લિકા તૈયાર: જ્યાં ડૂબ્યુ હતું જહાજ તે જ રૂટ પર ચલાવવામાં આવશે

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઈ માઈનિંગ બિલિયોનર ક્લીવ પામરની કંપનીની બ્લુ સ્ટાર લાઈને (Blue star line) ટાઈટેનિક (Titanic) જેવા દેખાવવાળો એક જહાજ બનાવ્યો છે. બ્લુ સ્ટાર લાઈન કંપનીએ આ વાતની પૂરી કોશિશ કરી છે કે જહાજનો આંતરિક ભાગ જુના ટાઈટેનિક જેવો જ હોય. એટલું જ નહિ તેમાં અંદર લાકડાના પગથિયા અને સંપૂર્ણ ફર્નીચર પણ સરખો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કે થોડા સમય પહેલા જ ટાઈટેનિકનો ભંગાર જોવા ગયેલી ટાઈટનના (Titan) અકસ્માતના સમાચારોથી લોકો બહાર નથી આવ્યા કે હવે ટાઈટેનિક-2ના લોન્ચની વાતોએ જોર પકડ્યુ છે.

મળતી માહિતી મુજબ ક્લીવે 30 એપ્રિલ 2012માં ટાઈટેનિકના આ રેપ્લિકા બનાવવાની જાહેરાત કરી હતી. આ જહાજને બિલકુલ પહેલા જેવા જહાજ ટાઈટેનિકની જેમ ડિઝાઇન કરવામાં આવ્યુ છે. તેમજ આ જહાજને પણ એજ રૂટ પર ચલાવવામાં આવશે જ્યાં જુનું ટાઈટેનિક ડૂબી ગયુ હતું.

ઘણીવાર લોન્ચિંગને મોકૂફ રાખવામાં આવ્યું
જો કે બ્લુ સ્ટાર કંપનીએ વર્ષ 2016માં આ જહાજના લોન્ચની ઘોષણા કરી હતી. પરંતુ કોઈક કારણસર તેને મોકૂફ રાખવામાં આવ્યુ હતું. ત્યાર બાદ વર્ષ 2018માં આ જહાજને લોન્ચ કરવાના હતા. પરંતુ ત્યારે પણ ન કરવામાં આવ્યુ. ત્યાર બાદ અંતે 2022માં ફરીથી આ જહાજના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ કેટલાક પૈસાને લઈને ચાલી રહેલા વિવાદને કારણે તેના લોન્ચને ફરીથી મોકૂફ રાખવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ હજી સુધી આ જહાજના લોન્ચિંગની કોઈ નવી તારીખ સામે આવી નથી. પરંતુ તમામ લોકો આ જહાજના લોન્ચની રાહ જોઈ રહ્યા છે.

કેમ આપ્યુ ટાઈટેનિક-2 નામ?
આજથી લગભગ 100 વર્ષ પહેલા 15 એપ્રિલ 1912ના દિવસે એટલાન્ટિક મહાસાગરમાં 2200 યાત્રીઓથી ભરેલું ટાઈટેનિક જહાજ ડૂબી ગયું હતું. તેમાં મુસાફરી કરનારા 1500 લોકો ડૂબવાથી મૃત્યુ પામ્યા હતા. જો કે આ જહાજને લઈને કહેવામાં આવતું હતુ કે આ જહાજ ક્યારેય ડૂબી નહીં શકે પરંતુ પ્રથમ વારમાં જ આ જહાજ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયુ હતું. તે જ ટાઈટેનિકને શ્રધ્ધાંજલિ આપવા માટે તેનું રેપ્લિકા બનાવવામાં આવ્યુ છે. જેને ટાઈટેનિક-2 નામ આપવામાં આવ્યુ છે.

Most Popular

To Top