Vadodara

હાલોલની કલરવ શાળામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન

હાલોલ: એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક એટલે ભારત દેશ. અને તેનો ઘર ઘર લહેરાતો તિરંગો.” આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી ના ભાગરૂપે સમગ્ર ભારત દેશના તિરંગા યાત્રાનું આયોજન થઈ ચૂક્યું છે તે વખતે હાલોલ ની પ્રતિષ્ઠિત કલરવ શાળાના આચાર્યા અને ગુજરાત રિસર્ચ એન્ડ પોલિસીના પ્રદેશ સભ્ય તેમજ પંચમહાલ જિલ્લા શિક્ષણ સેલના કન્વીનર ડૉ.કલ્પનાબેન જોષીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિક જોશીપુરાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તા.12 ઓગસ્ટને શુક્રવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેનું પ્રસ્થાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર અને શાળાના પૂર્વ વિદ્યાર્થી મયુર ધ્વજસિંહજી પરમાર તથા હાલોલ નગર અને તાલુકાના ભાજપ ના સર્વે હોદેદારોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

આ યાત્રામાં 200 ફૂટ લાંબો અને પ ફૂટ પહોળો રાષ્ટ્ર ધ્વજ લહેરાવી વિદ્યાર્થીઓએ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરેલ અને રાષ્ટ્રભક્તિના ગીતો, સૂત્રો દ્વારા ગગન વેદી નારા લગાવી લોક જાગૃતનું અભિયાન કરેલ. આ યાત્રામાં અબાલવૃદ્ધ સાથે મળીને 1000 વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઇને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરેલ આ યાત્રામાં વરસાદી માહોલ હોવા છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રાષ્ટ્ર વ્યાપી જુસ્સો અને દેશ પ્રેમની ભાવના અનેરી રહી. વડાપ્રધાનના આ જનવ્યાપી વિચાર ઘંટ વગાડવો, થાળી વગાડવી, દિપક પ્રગટાવવો અને ઘર ઘર તિરંગા ને લોક ચાહના તો મળે જ.

આ યાત્રામાં આઝાદીની લડત ચલાવનાર વીરોના વીરગાથાની યાદ તાજી થાય તે માટે 75 વીર પાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરોને યાદ કર્યા. આ વીર પાત્રોમાં મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, સ્વામી વિવેકાનંદ, ઝાંસી કી રાની, લક્ષ્મીબાઈ, વિજયા લક્ષ્મી પંડિત અને મેડમ ભિખાઈજી કામા વગેરે વિદ્યાર્થી પાત્રો બનાવીને શોભાયાત્રાની શોભામાં વધારો કર્યો.
આમ એક નવું વિચાર રાષ્ટ્રને એક કરવા જન- જનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રાનો સમાપન કરવામાં આવેલ છે.

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઘર ઘર તિરંગા
ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં સમગ્ર દેશભરમાં આઝાદીનાં ૭૫ વર્ષ પુરા થવાની ખુશી મનાવવામાં આવી રહી છે જે અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવના સૂત્ર હેઠળ સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજી આઝાદીનાં ૭૫ વર્ષની ખુશીઓ દેશના લોકો દ્વારા મનાવી દેશ ભક્તિનો પરચો આપવામાં આવી રહ્યો છે. જ્યારે દેશભરમાં ઠેર ત્રિરંગા યાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે જે અંતર્ગત હાલોલ નગર ખાતે શુક્રવારના રોજ નગરના મુસ્લીમ સમાજના અગ્રણીઓની અધ્યક્ષતામાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક વિશાળ બાઈક અને વાહન સ્વરૂપની વિશાળ તિરંગા યાત્રા નગરના રાજમાર્ગો પર દેશભક્તિની ભાવના સાથે ભારે દેશભક્તિ ભર્યા વાતાવરણમાં યોજવામાં આવી હતી. જેમાં શુક્રવારની નમાજ બાદ બપોરના સુમારે તિરંગા યાત્રા નગરના પાવાગઢ રોડ ખાતેથી નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં હાલોલ મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો બાઇક સહિત વિવિધ વાહનો સાથે હાથમાં દેશની શાન સમા રાષ્ટ્રધ્વજ તિરંગાને લઈને વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Most Popular

To Top