લંડન: મૈસુરના શાસક ટીપુ સુલતાન (Tipu Sultan) માટે ભારતમાં (India) બનાવવામાં આવેલ ૧૮મી સદીની એક દુર્લભ બંદૂક, કે જેનું મૂલ્ય ૨૦ લાખ બ્રિટિશ પાઉન્ડ અંદાજવામાં આવ્યું છે, તેને યુકે સ્થિત સંસ્થા તેને જાહેર અભ્યાસ માટે ખરીદી શકે તે માટે તેની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુકેના કલા અને વારસા ખાતાના મંત્રી લોર્ડ સ્ટીફન પાર્કિન્સને ગયા સપ્તાહે ફ્લિન્ટલોક સ્પોર્ટિગ ગન પર નિકાસ બાન મૂકવાનો નિર્ણય લીધો હતો જે સાંસ્કૃતિ હિત માટેની કલા અને વસ્તુઓની નિકાસ પરની સમીક્ષા માટેની સમિતિની સલાહના આધાર લીધો હતો. ૧૪ બોરની આ બંદૂક સને ૧૭૯૩ અને ૧૭૯૪ વચ્ચે બનાવવામાં આવી હતી અને તે શૂટિંગ ગેમ કે પક્ષીઓના શિકાર માટે ડિઝાઇન કરવામાં આવી હ તી અને તેના પર તેના નિર્માતા અસદ ખાન મોહમ્મદના હસ્તાક્ષર છે.
- રમત કે પક્ષીઓના શિકાર માટે બનાવવામાં આવેલી આ બંદૂક બે સદી કરતા વધુ સમયથી બ્રિટિશરોના કબજામાં છે અને તે યુકેમાંથી બહાર પગ નહીં કરી જાય તે માટે તેના પર નિકાસ પ્રતિબંધ મૂકાયો
- આ બંદૂકની રિવ્યુ સમિતિએ અત્યંત સુંદર અને ટેકનીકલ દષ્ટિએ ઉત્કૃષ્ટ ગણાવી , ૧૭૯૩ અને ૯૪ દરમ્યાન તે ભારતમાં બની હતી
બ્રિટિશ સંસ્થાનવાદી સમયની આ બંદૂક જનરલ અર્લ કોર્નવોલિસને ભેટમાં આપવામાં આવી હોવાનું કહેવાય છે જે પોતે અગાઉ ટીપુ સુલતાન સામે લડ્યો હતો. ટીપુ સુલતાનનું ૪ મે, ૧૭૯૯ના રોજ શ્રીરંગાપટનમના કિલ્લાનું રક્ષણ કરવા માટેના યુદ્ધમાં અવસાન થયું હતું. ટીપુ સુલતાનના અવસાન પછી તેના ઘણા શસ્ત્રો મહેલમાંથી ઉઠાવી લેવામાં આવ્યા હતા અને તે સમયના અગ્રણી બ્રિટિશ લશ્કરી અધિકારીઓને આપવામાં આવ્યા હતા. આ બંદૂકને સમિતિના સભ્ય ક્રિસ્ટોફર રોવેલ અત્યંત સુંદર અને સાથો સાથ ટેકનીકલ દષ્ટિએ આધુનિક ગણાવી હતી. તે એવા પ્રકારની બંદૂક છે કે જેમાં સિંગલ બેરલ હોવા છતા રિલોડ કર્યા વિના બે ગોળીઓ છોડી શકાય છે.