આણંદ : આણંદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને આખરી ઓપ અપાઇ ગયો છે. 5મીના રોજ યોજાનારી ચૂંટણીમાં સંવેદનશીલ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવશે. સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં સંવેદનશીલ બુથ પર ચુસ્ત બંદોબસ્તના ભાગરૂપે સીઆરપીએફની કંપની ફાળવવામાં આવી છે. જેના જવાનો તૈનાત રહેશે. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ફેઝ-2માં સોમવારે મતદાન માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ તમામ સાતેય બેઠકો પર મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે 46-સીઆરપીએફની કંપની સહિત 1105 – સિવિલ પોલીસ, 1810-હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવશે. જયારે તમામ મતદાન મથક પર 7,240 પોલીંગ સ્ટાફ તેમની ફરજો અદા કરશે.
આણંદના 577 સંવેદનશીલ બુથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
By
Posted on