વિશ્વની સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ભારતીય રેલવેનું એક માળખું એટલે નેરોગેજ રેલવે. આ ઐતિહાસિક ધરોહરસમી વઘઈ-બીલીમોરા નેરોગેજ ટ્રેન ગત 20 ડિસે.’20થી ખોટ કરે છે કહી બંધ કરવાના નિર્ણય સામે આદિવાસી પટ્ટી રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ, કેવડી રોડ, કાળાઆંબા, ડુંગરડા અને વઘઈના લોકોએ પ્રતિક ધરણાં અને ઉપવાસ જેવા અનેક કાર્યક્રમો આપતાં રેલવે સત્તાવાળાઓને ગરીબોની જીવાદોરી સમાન ટ્રેન ફરી ચાલુ કરવા લીલી ઝંડી આપ્યાનું જાણી અમે ખુશી અનુભવી.
107 વર્ષ પુરાણીને મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરાવેલી બીલીમોરા-વઘઈ વચ્ચે પ્રાકૃતિક નયન રમ્ય સ્થળોમાંથી પસાર થતી 63 કિ.મી. અંતર કાપી સવારે 10 વાગ્યે નીકળેલી ટ્રેન 1 વાગ્યે વઘઈ પહોંચે ને ભાડુ માત્ર 15 રૂ. નાના-નાના ખેતમજૂરો, કામદારો, (અનાજ, શાકભાજી, વાંસની બનાવટ, ફળો, ફૂલો)નો જીવન નિર્વાહ માટે આ ટ્રેનમાં બેસીને ગુજારો કરતા, ટીકીટ ગાડીમાં જ ગાર્ડ ફાડી આપે.
વચ્ચે બેન ગૌ સેવાની રચનાત્મક નિ:સ્વાર્થ પ્રવૃત્તિ કરતા પ્રા. આશા ગોહિલે નાના બાબા સાથે મુસાફરી કરેલી તેનું રોચક વર્ણન કરેલું. આ ટ્રેનની સ્પીડ કલાકે માંડ વીસેક કી.મી.ની જંગલનું સોનુ સાગી લાકડું, એક સમયે દેશ વિદેશ જતું હતું.
ગરીબોની જીવાદોરી સમાન આ ટ્રેન ચાલુ કરવાના નિર્ણયને અમે વધાવીએ છીએ. પ્રજાના પ્રતિક ધરણાં-ઉપવાસ સાર્થક થયા છે. સત્તાવાળાઓ આવી રીતે જ પ્રજાની તકલીફ દૂર કરે તો કેવું સારું!
કલીયારી -પ્રિ. ઉષા ચોહાણ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.