શહેરા: શહેરા તાલુકાના ડોકવા ગામ પાસેના જંગલમાં ત્રણ યુવાનોને છોકરીની છેડતી કરી હોવાને લઈને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના બની હતી. માર ખાનાર યુવાન તેમજ છોકરીના પિતા દ્વારા પોલીસ મથક ખાતે એક બીજાની સામે ફરિયાદ નોંધાઈ હતી. શાળામાં અભ્યાસ કરીને પરત ઘરે જતી બે છોકરીઓને બે બાઈક ઉપર જતા ત્રણ છોકરાઓ એ મોબાઇલ નંબર ની માંગણી કરીને છેડતી કરી હતી. છોકરીઓએ ઘરે આવીને સમગ્ર હકીકત પરિવારજનોને જણાવી હતી. છેડતી કરનાર છોકરાઓ માથી એક છોકરાને સ્થાનિક ગામનો વ્યક્તિ ઓળખતો હોવાથી તેના ઘરે સગીરાનો પિતા ગયો હતો. વિજાપુર ગામનો અનિલ લુહાર તળાવની પાસેથી પસાર થઈ રહયો હતો,ત્યારે સગીરાના પરિવારજનો દ્વારા તેને પકડી પાડીને છોકરીઓની છેડતી કરનાર બીજા બે છોકરાઓ મીઠાલી ગામના નિતેશ વિનોદ રાવત અને જીતેન્દ્ર કનુ બારીઆ ને પસનાલ ચોકડી ખાતે બોલાવામાં આવ્યા હતા.
પસનાલ ચોકડીથી આ ત્રણ છોકરાઓ ને ડોકવા ગામના સુમસામ જંગલમા લઈ જઈને કિરણ સહિતના અન્ય લોકોએ છોકરીઓની છેડતી કરવાને લઈને ત્રણ યુવાનો ને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો.સાથે તેમના કપડા પણ બાળી નાખ્યા હતા. જ્યારે આ ત્રણ યુવાનોને માર મારવાને લઈને શરીર પર ચાઠા પડી જવા સાથે લોહી પણ નીકળી જતા ઇમરજન્સી સેવા 108 દ્વારા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં લાવીને દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ સમક્ષ માર ખાનાર અનિલ લુહાર સહિતના અન્ય બે યુવાનોએ છોકરીની છેડતી નહી કરેલ હોવાનુ જણાવી રહયા હતા.પોલીસ મથક ખાતે સગીરાના પિતા અને માર ખાનર યુવાન એ સામ સામે ફરિયાદ નોધાઇ હતી. ઘટનાને લઇને તાલુકા પંથકમાં ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો.
અનિલ લુહાર….માર ખાનાર યુવાન
હું બાઇક લઈ ને મારા ઘરેથી સુરત જવા નીકળ્યો હતો ત્યારે રસ્તા માં મને રોકીને છોકરી ની છેડતી કેમ કરીને માર મારવાનું શરૂ કરેલ હતું.મારા દ્વારા મારા બે મિત્ર મીઠાલી ગામના નિતેશ અને જીતેન્દ્ર ને મોબાઈલ થી ફોન કરીને પસનાલ ચોકડી બોલાવ્યા હતા. એમને ત્રણ ને ડોકવા ના જંગલમાં લઇ જઇ ને કપડાં કાઢીને કિરણ અને બીજા લોકોએ અમને માર મારવાનું શરૂ કર્યો હતો. અમે કોઈ છોકરીઓની છેડતી કરી નથી. અમને ન્યાય મળવો જોઈએ પોલીસ પર અમને વિશ્વાસ છે.