SURAT

DRUG FREE SURAT અભિયાન છતાં રાંદેરમાંથી 16.9 ગ્રામના ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

સુરત: સુરતમાં અવારનવાર ડ્રગ્સ (Drugs) હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે “SAY NO TO DRUGS” અને ’’DRUG FREE SURAT‘‘ અભિયાન અંતર્ગત રાંદેર (Rander) પોલીસે ડ્રગ્સના વેચાણ માટે ફરતા 3 ઈસમોને ઝડપી પડ્યા છે. ઝડપાયેલા ઈસમો પાસેથી પોલીસે (Police) 1.69 લાખની કિંમતનું 16.9 ગ્રામ ડ્રગ્સ કબ્જે કર્યું છે. પોલીસના પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા ઈસમો ટેક્સી પાસિંગની સફેદ ગાડીમાં ડ્રગ્સ વેચાણ માટે ફરી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે.

એ.એસ.સોનારા (પીઆઇ રાંદેર પોલીસ સ્ટેશન)એ જણાવ્યું હતું કે, સુરતમાં NDPS લગતા ગુનાઓ શોધી કાઢવા માટે અપાયેલી સુચનાને લઈ એક બાતમી મળી હતી. પોલીસે ટીમ વર્ક કરી આ ઓપરેશન સફળ બનાવ્યું હતું. જેમાં રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઈન્સપેકટર બી.એસ.પરમાર તેમજ અન્ય પોલીસ સ્ટાફની મહામહેનતે આ કાર્ય કરી શકાયુ છે. સર્વેલન્સના અ.પો.કો. કનકસિંહ જૂહુસિંહ તથા આ.પો. કો લાલજીભાઇ વલ્લભભાઇને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની તપાસમાં 16.9 ગ્રામ ડ્રગ્સ મળી આવતા આગળની તપાસ શરૂ કરાઇ હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી પોલીસ પ્રતિબંધીત 16.90 ગ્રામનું અને કુલ રૂ.1.69 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ છે. સાથે રોકડ રૂપિયા 24 હજાર, 4 મોબાઇલ કિંમત રૂપિયા 41500, એક હ્યુંડાઇ કંપનીની સફેદ કલરની ટેક્ષી પાર્સીંગની ફોર વ્હિલર ગાડી નંબર MH-02-CR-9028 કિંમત રૂપિયા 2.75 લાખ સાથે કુલ રૂપિયા 5.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલ આરોપીઓ

  • મોહમદ જુનેદ સાહિલ ઉર્ફે સમાર્ટી અલ્તાફ હુસૈન કડીયા ઉ.વ.૩૧, ધંધો:નોકરી, રહે, ઘર નં.બી-૫૦૨ અરજુમન મસ્જીદની સામે, મોમનાવાડ રૂસ્તમપુરા સુરત
  • ઇરફાન ઉર્ફે બટકો ઉર્ફે કાલુ રહેમતભાઇ બેગ ઉ.વ.૨૩, ધંધો:નોકરી મુળ રહે સૈયદપુરા પોલીસ ચોકીની પાછળ, સૈયદપુરા પંપીગ સ્ટેશન લાલગેટ સુરત શહેર. હાલરહે.ઘર નં.ઇ/૧૬, બીજા માળે, સુર્યપુર સોસાયટી, ઋષભ ચાર રસ્તા પાસે, રાંદેર
  • ઉબેદ ઉર્ફે બાડા ગુલામહુસૈન પેરીયા ઉ.વ.૩૭, ધંધો: નોકરી, રહે.મ.નં.૧/૧૯૪૬મ જમરૂખગલી, મસ્જીદની બાજુમાં, નાનપુરા સુરત શહેર મુળ રહે ગામ-દારૂલ ઉલમ મદરેસા પાસે હાસોટ તા.હાસોટ જી.ભરૂચ

ડ્રગ્સનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપી

  • મોહસીન ઉર્ફે છત્રી રહે. જહાંગીરપુરા સુરત
  • શીવા ઉર્ફે જ્વાલા રહે.ભાઠેના સુરત શહેર તથા તપાસમાં નીકળે તેઓ વિગેર

Most Popular

To Top