સુરત: સુરતની વીરનર્મદ યુનિવર્સિટી (VNSGU) અવારનવાર ખરબરોમાં (News) રહે છે. ત્યારે ફરીવાર યુનિવર્સિટી માથી ચોકાવનારો (Shocking) બનાવ સામે આવ્યો છે. વીરનર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હૉલની (VNSGU Convention Hall) સામે નજીવી બાબતે ત્રણ આદિવાસી (Aadivasi) વિદ્યાર્થીઓને (Students) માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની હાલત વણસતા તેઓને સુરત સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, સાથી વિદ્યાર્થીઓએ બહારથી ગુંડા બોલાવી માર મરાવ્યો હતો. અને જો પોલીસને ફરિયાદ કરી તો રસ્ટીકેટ કરવવાની ધમકી પણ આપવામાં આવી હતી. પીડિત વિદ્યાર્થીઓ દ્વારા માફી માગવા છતાં માર મરાતા ત્રણેય વિદ્યાર્થીઓને સારવાર માટે સિવિલ ખસેડવાની ફરજ પડી છે. સમગ્ર બનાવમાં સોશીઅલ વેલફેર ઓફિસરની શંકાસ્પદ સંડોવણી સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ:
- ગામીત આશિષ અર્જુનભાઇ ઉ.વ. 18 રહે સમરસ હોસ્ટેલ યુનિવર્સીટી સુરત મૂળ ઉછલ
- વડવી મયુર સુભાષભાઈ ઉ.વ. 18 રહે એજન મૂળ નિઝર
- વસાવા સાહિલ વિલાશભાઈ ઉ.વ. 18 રહે એજન મૂળ નિઝર
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઘટના સવારે 10:30 વાગ્યાના આસપાસ બની હતી. લાલકાર અને બાઇલ ઉપર ગુંડાઓ યુનિવર્સીટી કેમ્પસમાં આવ્યા હતા. આશિષ, મયુર અને સાહિલને વાતચીત કરવાના બહાને હોસ્ટેલથી દુર કન્વેનશન હોલ તરફ લઈ ગયા બાદ જાહેરમાં ફટકાર્યા હતા. એટલું જ નહીં પણ વેલફેર ઓફિસર આવી જતા એમની રૂબરૂમાં આગળ કઈ કર્યું છે તો પાછા આવીશું એવી ધમકી પણ આપી હતી. ઘટના બાદ ત્રણેય વિદ્યાર્થીઓને બપોરે સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે 20 દિવસ પહેલા હોલમાં જમવાને લઈ ડિબેટ ચાલતી હતી. એ વાતમાં માથાકૂટ થયા બાદ સમાધાન પણ થઈ ગયું હતું. જોકે એની અદાવત રાખી આજે સાથી વિદ્યાર્થીઓએ બહારથી ગુંડા મિત્રો બોલાવી હૂમલો કર્યો હતો. કેમ્પસમાં નજીવી વાતને લઈ આદિવાસી વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલા બાદ ભયનું વાતાવરણ ઉભું થયું છે. ત્યારે કેમ્પસના જવાબદાર પદાધિકારીઓએ ચુપકીદી સેવી લેતા ચર્ચાનો વિષય બન્યો છે.
અસલમ સાયકલ વાળા (પૂર્વ વિદ્યાર્થી નેતા) એ જણાવ્યું હતું કે બસ વાત એટલી જ હતી કે જમવા બાબતે બોલાચાલી થઈ હતી. એમાં બહારથી ગુંડા બોલાવી આદિવાસી વિદ્યાર્થીઓને માર મરાવવો એ ન્યાય નહિ કહેવાય. એટલું જ નહીં પણ આ બાબતે વેલફેર ઓફિસર પણ ચૂપ રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી હું એમની પડખે ઉભો રહીશ અને યુનિવર્સીટી કેમ્પસમાં ચાલતી ગુંડાગીરી બંધ કરાવીશ. વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ ફરિયાદ કરે એવી આશા રાખું છું.