એક દિવસ દાદાએ રાત્રે બધા માટે આઈસ્ક્રીમ મંગાવ્યું.આઈસ્ક્રીમ પાર્ટી માણતાં પૌત્રે પૂછ્યું, ‘દાદા ત્રણ ત્રણ ફ્લેવરના આઈસ્ક્રીમ સાથે આઈસ્ક્રીમ પાર્ટી મજા પડી ગઈ …’દીકરાએ પૂછ્યું, ‘પણ પપ્પા, એ તો કહો કે આ પાર્ટી શા માટે છે?’ દાદા બોલ્યા, ‘અરે, તમારા બધા સાથે વાતો કરવાનું મન થયું. ઘણા વખતથી સાથે પાર્ટી નહોતી કરી અને ગરમી પણ બહુ છે. બસ, આ ત્રણ કારણ.’દાદી બોલ્યાં, ‘હું તમને ઓળખું છું.
હજી કૈંક વાત છે તમારા મનમાં ….કહો જોઈએ.’દાદા હસ્યા અને બોલ્યા, ‘તારી વાત સાચી છે. આજે જુનો પટારો સાફ કરતો હતો …અને સાફ કરતાં કરતાં જૂની વાતો અને અનુભવોમાં સરી પડ્યો ત્યારે મારા પ્રોફેસરે કહેલા અને મેં ડાયરીના પહેલે પાને લખી રાખેલા ત્રણ નિયમ વાંચ્યા. બસ, મારે તે તમને બધાને કહેવા છે અને હું ઈચ્છું છું કે તમે બધા પણ તે કયાંક ને કયાંક લખી રાખો …યાદ રાખો અને જીવનમાં અપનાવો.’ બધા દાદાની વાત અને નિયમો જાણવા આતુર બન્યાં.પુત્રીથી રહેવાયું નહિ તે ડાયરી લઇ આવી અને બોલી, ‘દાદા જલ્દી ત્રણ નિયમો કહો હું લખી લઉં.’
દાદા બોલ્યા, ‘ત્રણ નિયમોમાંથી પહેલો નિયમ છે…જીવનમાં આ ત્રણ વસ્તુને પ્રેમ કરો ..દિલથી ચાહો અને હંમેશા જાળવો તે ત્રણ વસ્તુમાંથી પહેલી છે સરળતા …જીવનમાં હંમેશા દરેક સાથે સરળ રહો – બીજી છે ‘ઈમાનદારી’હંમેશા દરેક કાર્ય અને સંબંધમાં પ્રામાણિક રહો.- ત્રીજી છે ‘સુંદરતા.’હંમેશા અંદર અને બહારથી સુંદર રહો.’ દાદીએ કહ્યું, ‘તમે આ ત્રણે વસ્તુને જીવનમાં દિલથી અપનાવી છે જ ..’દાદા બોલ્યા, ‘મેં જીવનભર આ ત્રણે નિયમોનું પાલન કર્યું છે. હવે બીજો નિયમ કહું છું ..જીવનમાં આ ત્રણ વસ્તુને હંમેશા કાબૂમાં રાખો…તેની પર તમારો અંકુશ રાખો તે ત્રણ વસ્તુમાંથી પહેલી છે ‘ગુસ્સો.’
જીવનમાં દરેક પ્રસંગે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો – બીજી છે ‘જીભ.’તમારે હંમેશા જીભને અંકુશમાં રાખવી, કયારે બોલવું અને શું બોલવું તે વિચારીને જ બોલવું.- ત્રીજી છે ‘લાલચ.’મનને ગમતી વસ્તુ તરફ લલચાઈ જતું રોકો.આ ત્રણને કાબૂમાં રાખશો તો અડધો જંગ જીતી જશો.’ દીકરાએ પૂછ્યું, ‘પપ્પા, ત્રીજો નિયમ શું છે?’દાદાએ કહ્યું, ‘હવે વાત કરું છું ત્રીજા નિયમની જે છે , ‘જીવનમાં આ ત્રણ વસ્તુને અચૂક નિભાવો. કયારેય તોડો નહિ.તે ત્રણમાંથી પહેલું છે ‘વચન.’તમે કોઈને પણ આપેલા વચનને તોડો નહિ.
તેનું અચૂક પાલન કરો.બીજી છે ‘લાગણીઓ.’કોઈની પણ લાગણીઓને તોડો નહિ…અને ત્રીજી વસ્તુ છે ‘તમારા સંબંધો.’દરેક સાથે સંબંધો નિભાવો. ક્યારેય કોઈ કડવાશથી સંબંધોને તોડો નહિ. આ ત્રણ નિયમો જીવનને અપનાવવા જેવા છે એટલે ખાસ આ વાત કહેવા મેં ત્રણ ફ્લેવરની આઈસ્ક્રીમ પાર્ટી રાખી હતી.આ નિયમો યાદ રાખજો, ક્યારેય ભૂલતા નહિ.’દાદાએ જીવનની ફિલોસોફી જાણે ત્રણ નિયમોમાં વણી લીધી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.