તાજેતરમાં મોરબી નજીક ઝીઝુંડા ગામના એક મકાનમાંથી 600 કરોડનું 120 કિલો હેરોઈન એટીએસની ટીમ દ્વારા જપ્ત કરી લેવાયું હતું. આ કેસમાં ત્રણ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી લેવાઈ હતી. આ ત્રણેય ડ્રગ્સ માફિયાઓની પુછપરછમાં બહાર આવેલી વિગતોના પગલે રાજસ્થાનમાં એટીએસએ ઓપરેશન હાથ ધરીને અરવિંદ યાદવ તથા જામનગરના સલાયાના ઈકબાલ ભંગારિયાની ધરપકડ કરી લેવાઈ હતી.
આ ઉપરાંત દ્વારકાના જામ કલ્યાણપુરમાં નાવદ્રા ગામે દરોડા પાડીને અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયાના મકાનમાં દરોડો પાડીને 120 કરોડનું 24 કિલો હેરોઈન મળી આવતા તે જપ્ત કરી લીધું છે. જ્યારે અન્ય વધુ એક આરોપી હુસેન રાવની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા ત્રણ ડ્રગ્સ માફિયાઓની પુછપરછમાં એવી હકીકત બહાર આવી હતી કે સમગ્ર હેરોઈનની દાણચોરીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બહાર આવી છે. જામ સલાયાના ઈકબાલ ભંગારિયાએ 12 કિલો હેરોઈનનો જથ્થો રાજસ્થાનના ડ્રગ્સ માફિયા ભોલા શૂટરને આપ્યો હતો. ભોલા શૂટરના સાગરિત પૈકી અંકિત જાખડ તથા અરવંદ યાદવની બાતમી એકત્ર કરતાં તેમાંથી અરવિંદ યાદવની ધરપકડ કરી લેવાઈ હતી. તે પહેલા ઈકબાલ ભંગારિયા પણ ઝડપાયો હતો. ભોલા શૂટર હકીકતમાં લોરેન્જ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે.