વડોદરા: ગોત્રી વિસ્તારમાં જમીન દલાલે રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સાજન,સુરેશ અને વિઠ્ઠલ ભરવાડ હેરાન પરેશાન કરતા હતા. ભરવાડ ત્રિપૂટી દ્વારા ખોટી અરજી પણ પોલીસમાં કરાઇ હતી. આખરે તેમના ત્રાસથી કંટાળીને જમીન દલાલે ઝેરી દવા ગટગટાવી હતી ત્રણ દિવસ પહેલા તેમનું મોત થયું હતું. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તમામનો શોધખોળ હાથ ધરી હતી દરમિાયન ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાઘોડિયા રોડ ખાતે ભરવાડ ત્રિપૂટીને ઝડપી પાડી ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યા છે.
ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર-1માં રહેતા અ્ને જમીન લે વેચનો ધંધો કરતા ચેતન વાળંદે રૂપિયાની જરૂયાત ઉભી થતા સાજન, સુરેશ અને વિઠ્ઠલ ભરવાડ પાસેથી 4.25 લાખ રૂપિયા 10 વ્યાજે લીધા હતા. જે રકમ તેઓ વ્યાજ સહિત 9 લાખ પરત ચૂકવી દીધા હોવા છતા ત્રણેય ભરવાડો દસ્તાવેજ પરત આવતા ન હતા અને વારંવાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી પરેશાન કરતા હતા. અને ચેતન વાળંદ સામે ખોટી અરજી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં કરી હતી. આખરે તેઓ તેમના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટાવટાવી લીધા હતી.
જેથી પુત્ર ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થતા ગોત્રી પોલીસે ત્રણ ભરવાડો સામે આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તમામની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ત્રણે ધરપકડથી બચવા માટે નાસતા ફરતા હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ત્રણ ભરવાડનો શોધખોળ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે ત્રણ ભરવાડા ત્રિપૂટી વાઘોડિયા ચોકડી ખાતે 15 મેની રાત્રીના રોજ આવી રહી છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. જેવા ત્રણ ભરવાડો આવતા તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાજન, સુરેશ અને વિઠ્ઠલ ભરવાડને વધુ કાર્યવાહી માટે ગોત્રી પોલીસને સોંપવામાં આવ્યા છે.
મૃતકને હેરાન કરતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
મુખ્ય આરોપી સાજન વસરામ ભરવાડ (રહે, વિશ્રાંતિ એસ્ટેટ, નારાયણ ગાર્ડન રોડ લક્ષ્મીપુરા), સુરેશ ઉર્ફે વરજાંગ ચોટિયા (ભરવાડ0રહે, વાલ્મિકીકૃપા સોસાયટી કૃણાલ ચાર રસ્તા ગોત્રી) અને વિઠ્ઠલ છોટિયા (રહે, વાલ્મીકી કૃપા સોસાયટી કૃણાલ ચાર રસ્તા ગોત્રી)એ ચેતન વાળંદ સામે લ8્મીપુરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા દબાવીને ખોટી અરજી આપી હતી. જેથી ત્યાં પોલીસ કર્મીઓ પણ વાંવાર ફોન કરીને હેરાન પરેશાન કરતા હતા.ચેતન વાળંદના પુત્ર દ્વારા ઉચ્ચ અધિકરીને રજૂઆતા કરતા તેઓની તપાસ ખોટી રીતે હેરાન કરતા હોવાનું બહાર આવતા ડીસીપીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ ચોષીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જેના બજવણી મંગળવારના રોજ કરવામાં આવી હતી.
સાજન ભરવાડ સામે લક્ષ્મીપુરા અને ગોત્રીમાં ત્રણ ગુના, એકવાર પાસા
માથાભારે સાજન ભરવાડ ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરે છે. જેથી ભાજપના નેતાઓ સાથે ધરોબો છે તેવી ઓળખ આપીને લોકોને દમ મારતો હતો. અગાઉ પણ સાજન ભરવાડ સામે જમીન પચાવી પાડવા સહિતના લક્ષ્મીપુરા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો બે ગુનો નોંધાઇ ચૂક્યા છે.