આણંદ, તા.28
તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (એમ.બી.એ) ચોથા સેમિસ્ટરની વિદ્યાર્થી રાગિણી સિન્હા કે જેમણે 10 માંથી 9.48 સી.પી.આઇ મેળવી GTU માં પ્રથમ સ્થાન (એચ.આર. એમ સ્પેશિયલાઇઝેશન) સાથે ૧ ગોલ્ડ મેડલ અને બેલીમ અમરીનબાનુ કે જેમણે 10 માંથી 9.8 સી. પી. આઈ મેળવી (ફાઇનાન્સ સ્પેશિયલાઇઝેશન કોર્સ તેમજ એમબીએ બ્રાન્ચ) બન્નેમાં ૨ મેડલ મેળવી તેમ કુલ 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી કોલેજ નું તેમજ સંસ્થાનું નામ રોશન કરેલ છે. તેઓને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા યોજાયેલ 13 માં પદવીદાન સમારંભમાં ગવર્નર ઓફ ગુજરાત દેવવ્રત આચાર્યના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરેલ છે. આ સિદ્ધિ બદલ સ્પેક એમ.બી.એ.ના એચ.ઓ.ડી અને આઇ.ક્યુ.એ.સી કોર્ડિનેટર પ્રો.નૈતિક રામી તથા સર્વે સ્ટાફગણે વિદ્યાર્થીનીઓને સુભેચ્છા પાઠવી હતી. આ ઉપરોક્ત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ, સેક્રેટરી શિતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા સંસ્થા ના ડીરેક્ટર ડો.વિશાલ પાટીદાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
બાકરોલની સ્પેક MBA કોલેજની વિદ્યાર્થીનીઓને ત્રણ ગોલ્ડમેડલ
By
Posted on