વલસાડ: પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને વડોદરામાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓ દમણ પ્રવાસે આવ્યા હતા અને અહીંથી પરત જતી વખતે તેઓ રૂપિયા 27,200ની દારૂની 88 બોટલ લઇ જતા હતા. જેની માહિતી મળતા વલસાડ સિટી પોલીસે તેમને ધરમપુર ચોકડી પરથી પકડી પાડી ગુનો દાખલ કરી દારૂ કબજે લીધો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા માયકલ મેથ્યુ એનક્યુબ, ક્રિસ્ટય રેમી એન્ગોકો મોગબેકુમા અને નોમાથેમ્બા નામેન્દા તેમની કારમાં વ્હીસ્કી અને બિયર મળી કુલ 88 બોટલ લઇને દમણથી વડોદરા જઇ રહ્યા હતા. એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીઓ મળી કુલ 3 જણાની કારને વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પાસે અટકાવી હતી.
પોલીસે તેમને ઉતારી તેમની કાર ચેક કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે તેમણે દારૂની ગેરકાયદેની હેરાફેરી કરવા આ ત્રણેય વિદ્યાર્થીઓ વિરૂદ્ધ સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો તેઓ પોતાના માટે કે વેંચવા લઇ જતા હતા, એ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. અગાઉ પણ વિદેશી વિદ્યાર્થીઓ દારૂના જથ્થા સાથે પારડી પોલીસના હાથે પકડાયા હતા. તેમના દ્વારા દારૂના મોટા જથ્થાની હેરાફેરી અચરજ પમાડે એવી લાગી રહી છે.
વારંવાર વિવાદોમાં આવતી પારૂલ યુનિવર્સિટી
<નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોલેજના પૂર્વ સંચાલક ટ્રસ્ટી અને ભાજપ અગ્રણી સ્વ.જયેશ પટેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી
< પારુલ યુનિવર્સિટીના કર્મચારી હરેશ રાણાના શંકાસ્પદ મોત, સુશાઇટ નોટમાં યુનિવર્સિટીમાં ચાલતા કૌભાંડ અંગે અનેક આક્ષેપો કર્યા હતા.
< મેડીકલના વિધાર્થીઓની ફીમાં વધારો ઝીંકી દેતાં વાલીઓમાં ઉગ્ર રોષ
< પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ સામે દુષ્કર્મ પીડિતાનું નામ જાહેર કરવા મામલે ફરિયાદ નોંધાતા ચર્ચાનો વિષય બન્યો હતો.
< દર્દીના ભોજનમાંથી સ્ટેપલરની પીન રોટલીમાંથી નીકળતા મોમા ફસાઈ જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
<બે વિદેશી વિધ્યાર્થીનીઓ દારૂની ખેપ મારતા વલસાડમાંથી ઝડપાઇ હતી
< પારુલ યુનિવર્સિટી કેમ્પસની આસપાસ જમીન ધરાવતા ખેડૂતોએ સંચાલકો સામે લેન્ડગ્રેબિંગ અંગેની ફરિયાદ કરવા પી.એમ.ઓ. સુધી રજૂઆત કરી હતી.
< હોસ્ટેલના ત્રીજા માળેથી પડતું મૂકીને હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.
< કોમ્પ્યુટર એન્જીનીયરીંગના ત્રીજા વર્ષના વિધ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
< ઝાંમ્બીયાના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા
કરી હતી
< અફઘાની અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઇ હતી
< એક અઠવાડિયામાં બે વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા
< પારુલ યુનિવર્સિટીના બે વિધ્યાર્થીઓ શંકરપુરા તળાવમાં ડૂબ્યા હતા.
< વિદ્યાર્થીએ એક ગામની પરિણીતાની છેડતી કરી પતિને માર મારતા છ આફ્રિકન વિધ્યાર્થીઓ, એક યુવતીની પોલીસ દ્વારા અટકાયત
કરી હતી.
< પારૂલ હોમિયોપેથી કોલેજમાં તાબે ન થનારી વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસે બે આંગળીને બંદૂક બનાવી તને જોઇ લઇશની પ્રો. ભાસ્કર ભટ્ટે ધમકી આપી હતી
વિધ્યાર્થીઓએ હંગામો મચાવ્યો અને પ્રોફેસર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
< અફધાનિસ્તાન અને યુગાન્ડાથી આવેલા વિદ્યાર્થીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા
< પારુલ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાછળ મળેલ 5 મહિનાના ભૃણથી ચકચાર મચી હતી.