વડોદરા: પાદરા – કરજણ રોડ પર હુસેપુર પાસે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે કોઝવે પરથી સામે પાર વાડી તરફ ટ્રેક્ટર લઈને જતાં ટ્રેક્ટરપલટી થઈ જતા ત્રણ યુવાનો વિશ્વામિત્રી નદીમાં ખાબકતા ડૂબ્યા હતા જે ટ્રેક્ટર પર સવાર ત્રણ યુવાનો પૈકી બે યુવાનોને સ્થાનિકગ્રામજનો એ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા પરંતુ એક ઈસમને હજી સુધી પત્તો મળેલ નથી જેની શોધખોળ હાલ ચાલી રહી છે બનાવનાપગલે પાદરા તાલુકા મામલતદાર, તાલુકા પંચાયત, પાદરા પોલીસ સહિતના વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી નદીમાં ડૂબેલ યુવાનની શોધખોળ ચાલુ કરી હતી.
ઉકત બનાવના પગલે આજુબાજુના ગ્રામજનોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા ના હુસેપુરગામ પાસે ના વિશ્વામિત્રી નદીના કોઝવે પરથી સામે આવેલ વાડી તરફ ટ્રેક્ટર લઈને જતાં ત્રણ ઈસમો કોઝવે ના પુલ પરથી ટ્રેક્ટરઅચાનક વિશ્વામિત્રી નદીમાં પલટી ખાતા નદીમાં ડૂબ્યા હતા જે બનાવ સંદર્ભે નજીકના ગ્રામ લોકોએ ડૂબેલા ત્રણ ઈસમો પૈકી બે ઈસમોનેરેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા પરંતુ ત્રીજા ઈસમને નદીના ઊંડાણમાં ટ્રેક્ટર સહિત ગરકાવ થતા તેની શોધખોળ આરંભવી હતી પરંતુતેનો કોઈ પત્તો જડ્યો ન હતો ઉકત બનાવને પગલે પાદરા વહીવટીતંત્ર સહિત પોલીસ તેમજ ફાયર બ્રિગેડ લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.