Gujarat

નડિયાદમાં નિર્માણાધીન મકાન ધરાશાહી થતા ત્રણ દટાયા

નડિયાદ: ગુજરાતના (Gujarat) નડિયાદમાં (Nadiad) આજે સોમવારે એક નિર્માણાધીન મકાનનો સ્લેબ ધરાશાહી થઇ ગયો હતો. જેમાં ત્રણ મજૂરો (laborer) દટાયા (Buried) હતા. પરિણામે નજીકથી પસાર થતા લોકોએ તેમજ સ્થાનીક લોકોએ દેવદૂત બની બહાર કાઢ્યા હતા. તેમજ ત્રણેય મજૂરોને સારવારઅર્થે નજીકના આરોગ્યકેન્દ્ર (Health Center) ખસેડ્યા હતા. તેમજ જાણકારી મળતા જ જે-તે વિસ્તારની પોલીસની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રેસ્ક્યુ હાથ ધર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે આ ઘટના નડિયાદના સ્પોર્ટ્સ કોમપ્લેક્ષ નજીક બની હતી. આ વિસ્તારમાં સ્થિત અદનાન પાર્ક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ટુટી પડ્યો હતો. તેમજ મકાનના કાટમાળમાં ત્રણ મજૂરો દબાઇ ગયા હતા. તેમજ મકાનનો ધડામ અવાજ આવતા જ નજીકના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ સમયસૂચક્તા દાખવી હતી. તેમજ મકાનમાં દટાયેલા ત્રણેય મજૂરોને સારવાર માટે 108ની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.

સમગ્ર મામલે ઘટનાના પ્રત્યક્ષદર્શી ફિરોઝભાઇએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ચા પી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. તેઓ મરીડા ભાગોળ વિસ્તારમાં રહે છે. તેમજ તેઓ અહીં ફક્ત ચા પીવા આવ્યા હતા. તેમજ મકાન પડવાનો ધડામ અવાજ સાંભળતા જ તેઓઘટનાસ્થળે દોડિ આવ્યા હતા. તેમજ તેમણે જોયું કે કાટમાળની નજીક ચાર મજૂરો ઉભા છે. તેમજ મહિલા સહિત ત્રણ મજૂરો કાટમાળમાં દબાયા છે. તેમજ આ દ્રશ્ય જોતા જ તેઓએ સ્થાનીક લોકોની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ સાથે જ ફિરોઝભાઇએ જણાવ્યું હતુ કે મજૂરોને સામન્ય ઇજા થઇ છે. પરંતુ મકાન ટૂટી પડતા માલ સામાનને ઘણું નુકશાન થયુ છે.

આ સાથે જ મકાનના કોન્ટ્રાક્ટરે જણાવ્યુ હતુ કે અહીયા કંસ્ટ્રક્શન સાઇટ ઉપર કુલ 14 થી 15 મજૂરો કામ કરતા હતા. તેમજ ઘરના પહેલા માળે અમે સ્લેબ ભર્યો હતો. જે ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબ ઉપર પડતા ગ્રાઉન્ડ ફ્લોરનો સ્લેબ પણ ટૂટી પડ્યો હતો. તેમજ આખુ મકાન ધરાશાહી થઇ ગયું હતું. અહીં કંસ્ટ્રક્શન સાઇટની નજીકમાં જ મજૂરોના બાળકો રમતા હતા. પરંતુ તેઓ કંસ્ટ્રક્શન સાઇટની થોડે દૂર હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. તેમજ મોટી જાનહાની ટળી હતી.

Most Popular

To Top