Madhya Gujarat

પ્રાથમિક શાળામાં અનાજ ચોરી કેસમાં ત્રણની ધરપકડ કરાઇ

દાહોદ: ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજ નો જથ્થો અગાવ ઓરડામાંથી ચોરી થયેલા નું જાણ થતાં ચાકલીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા જેમાં ઝાલોદ પોલીસ ને આ ગુનાની બાતમી મળતા જે બાતમીના શંકાસ્પદ બે ઈસમો ને પુછપરછ કરતાં બે ઈસમો દ્વારા કબુલાત કરતા કે ઝાલોદ તાલુકાના ગામડી ગામ ની પ્રાથમિક શાળાના બાળકો નું અનાજનો જથ્થો ચોરી કરી ઝાલોદ ની માર્કેટ યાર્ડમાં વેચાણ કરી દીધેલ જે કબુલાત કરેલ જેમાં આરોપી 1 પ્રમોદ કુમાર ઉફૅ નીલું ચીમનભાઈ જાતે ગણાવા 2 મહેશભાઈ પારસીગ ભાઈ જાતે ડામોર 3 પ્રીતેશભાઈ ચીમનભાઈ જાતે ગણાવા  નાઓ એ ભેગા મળીને અશોક લેલન્ડ  ટેમ્પો માં કુલ ચોરી નો મુદ્દામાલ ધઉની 14 બોરી તથા ચોખા ની 14 બોરી મળી કુલ 28 બોરી ની કુલ કિંમત રૂ 17,500/- મળી ને કુલ 1,42,500/- નો મુદામાલ પોલીસે કબજે કરી પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમ દાહોદ જિલ્લાની માર્કેટ યાર્ડમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચાણ થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી ત્યારે એક તરફ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી ઓમા પણ કોઈ બાળક ભુખ્યુ ન રહે તેવા ઉદેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા શહેર તેમજ ગામડે અનાજનો પુરવઠો પહોંચાડે છે  ત્યારે કેટલાક લોભિયા તેમજ ભ્રષ્ટ તત્વો દ્વારા આવા સસ્તા અનાજના અને સરકારી જથ્થાનો કાળા બજારી કરી રોકડી કરી લઈ પોતાની તિજોરીઓ ભરવામાં લાગ્યા છે. તેમજ આ સિવાય પણ કેટલીક જગ્યાએ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે.

Most Popular

To Top