Vadodara

વીજળીના કડાકા સાથે સાડા ત્રણ ઈંચથી જળબંબાકાર

વડોદરા: હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ મેઘરાજા વરસ્યા હતા . મેઘરાજાએ બપોરથી ધમાકેદાર બેટિંગ કરી હતી સમી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે મેઘરાજા વરસ્યા હતા  અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેર આખું તરબતર થયું. પાણી ભરાવાના કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા વીજળીના કડાકા અને ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદના પગલે વરસાદ શહેર ના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ભારે વરસાદ ને પગલે  ચાર દરવાજા વિસ્તાર માં પાણી ભરાયા આજવા રોડ, વાઘોડિયા રોડ લહેરીપૂરા થી માંડવી, પાણીગેટ, રાવપુરા, નિઝામપુરા, વિસ્તાર માં પાણી ભરાયા અલકાપુરી ગરનાળા માં પાણી ભરાયા અલકાપુરી જવા નો રસ્તો બંધ વરસાદ ને કારણે વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી.

હવામાન વિભાગે વરસાદની આગાહી સાચી પડી હતી.શહેરમાં 2 દિવસથી મેઘરાજા વરસે છે અમે ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છૅ. સવારથી  વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે મેઘરાજા ધમાકેદાર બેટિંગ ભારે પવન સાથે કરી હતી. બપોરે 1 વરસાદ વરસ્યો હતો. જેમાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાવા ના દ્રશ્યો સર્જાયા હતા શહેરમાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખૂલી ગઈ હતી અને મોડી સાંજે ફરી શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ વીજળીના કડાકા ભડાકા સાથે કરી હતી.

મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આખું શહેર તરબતર થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઇ હતી. શહેરના આજવા રોડ વાઘોડિયા રોડ કારેલીબાગ સંગમ રાવપુરા માંડવી ગોરવા સુભાનપુરા ઉંડેરા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઇ હતી ભારે વરસાદના કારણે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ દેખાયા હતા જેમાં અમિત નગર સર્કલ થી ડુમાડ સુધી જામ થઈ જતા બે કલાકથી હજારો વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.

જોકે મેયર કેયુર રોકડીયા ના વોર્ડમાં જ પાણી ભરાતા નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા બપોરે વરસાદ પડ્યા બાદ પાણી ઓસર્યા હતા અને રાત્રે વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા નાગરિકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા વડોદરા શહેર અને જિલ્લા માં 8 વાગ્યા સુધીમાં 237mm વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત  સાવલી તાલુકામાં મંજુસર પંથકમાં ભારે મૂસળધાર વરસાદ ભારે કડાકા ધાર વીજળી સાથે વરસાદ નું આગમન ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા મંજુસર પંથકમાં વીજળી ડૂલ થઇ હતી જ્યારે મંજુસર થી ટુંડાવ  વચ્ચે ૧૦ જેટલા વૃક્ષો રોડ પર ધરાશાયી થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર સાબદુ કરાયું

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન  વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પગલે તમામ સંબધિત વિભાગોને તકેદારી અને સાવચેતીના જરૂરી પગલાં લઈ સાવધ/એલર્ટ રહેવા કલેકટર આર.બી.બારડેજણાવ્યું છે. જિલ્લા કલેકટર આર .બી બારડે વડોદરા જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમના નંબરો ચાલુ રહે તે જોવા સુચનાઓ આપી છે.

કન્ટ્રોલ રૂમ પર જે તે ફરજ પરના કર્મચારી હાજર રહે તે સુનિશ્રિત કરી લેવા સહિત કંટ્રોલ રૂમ પરથી તલાટી મારફત ગ્રામ્ય કક્ષા સુધી મેસેજ પહોંચાડી લોકોને ગાજ વીજ થાય તે સમયે પોતાના ઘરમાં જ રહેવા સજાગ કરવા અને ગાજ્વીજ દરમિયાન વૃક્ષો નીચે કે ઇલેક્ટ્રીક વાયરો/થાભંલા પાસે ન ઉભા રહેવા જેવી  માહિતી પહોચાડી જેથી જાનહાનિ થતી અટકાવી શકાય. વધુ વરસાદ અને વાવાઝોડાની શકયતા હોઈ તમામ અધિકારીઓ એલર્ટ રહી, હેડકવાર્ટર પર રહી, જિલ્લા અને તાલુકા કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહી કોઈ પણ બનાવના સંજોગોમાં તાત્કાલિક બચાવ રાહતના પગલાં લેવા સૂચનાઓ આપી છે.  જિલ્લામાં કોઇ પણ નુકશાન થાય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવા જણાવ્યુ છે.

Most Popular

To Top