ભરૂચ : ભરૂચ (Bharuch) અને ખાસ કરીને દહેજ (Dahej) આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આર્થિક, ઔદ્યોગિક, કૃષિ વિકાસ હોય કે પછી સંરક્ષણ ક્ષેત્રે આપી રહ્યું છે. દહેજના સોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ (Soft Shipyard Pvt) દ્વારા ભારતીય નૌ-સેના (Indian Navy force) માટે ૨૫ ટનના એક એવા 3 ટગ (Tug) (જહાજ અને સબમરીન)ને ખેંચવા 7 મહિનામાં જ રૂ. 84.75 કરોડના ખર્ચે નિર્માણ કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યા છે.
દહેજ શોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ત્રણ ૨૫ ટનના બોલાર્ડ (જહાજ ખેંચવાના ખુટા) પુલ ટગ્સ (યાર્ડ 305 થી 307)ના તળિયાનું અનાવરણ કરવામાં આવ્યું છે. દહેજમાં ત્રણ ૨૫ ટન બોલાર્ડ પુલ ટગ્સના નિર્માણ માટેનો કોન્ટ્રાક્ટ મેસર્સ શોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે તા-12મી નવેમ્બર 2021ના રોજ રૂ.84.75 કરોડ રૂપિયાના ખર્ચે ભારત સરકારની આત્મનિર્ભર ભારત પહેલ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ ટગ્સ એકસાથે બનાવવામાં આવી રહ્યા છે. 30 વર્ષનું આયુષ્ય ધરાવતા આ 3 ટગ્સ નૌકાદળના જહાજો અને સબમરીનને બર્થિંગ, અન-બર્થિંગ અને મર્યાદિત પાણીમાં દાવપેચમાં મદદ કરવા સક્ષમ હશે. ટગ્સ જહાજોની સાથે અને લંગર પર તરતી અગ્નિશામક (ફાયર સેફટી) સહાય પણ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ મહાબલી, બલજીત અને બજરંગ ટગ મર્યાદિત શોધ અને બચાવ કામગીરીમાં પણ ‘ઇન્ડિયન નેવી’ને ઉપયોગી થશે.
૨૫ ટનનું એક એવા 3 ટગ સમુદ્રમાં યુદ્ધ જહાજો કે નેવી શિપ, સબમરીનને લાવવા લઈ જવા, એન્કરેજ કરવા તેમજ ફ્લોટિંગ ફાયર ફાઈટરની સહાય પણ પ્રદાન કરશે. ત્રણેય ૨૫ T બોલાર્ડ પુલ ટગ્સ યાર્ડ 305 – મહાબલી, યાર્ડ 306 – બલજીત અને યાર્ડ 307 – બજરંગ માટે ‘કિલ લેઈંગ’ તા-10મી જૂનના રોજ દહેજ મેસર્સ શોફ્ટ લિમિટેડ શિપયાર્ડ ખાતે મુંબઈ યુદ્ધ જહાજ પ્રોડક્શન સુપરિન્ટેન્ડેન્ટ Cmde કોમોડોર સુનિલ કૌશિક દ્વારા મૂકવામાં આવી હતી.
ભરૂચ, ગુજરાત સ્વદેશી ઉત્પાદકો પાસેથી મેળવેલા તમામ મુખ્ય અને સહાયક સાધનો, સિસ્ટમો સાથે આ ટગ્સ સંરક્ષણ મંત્રાલયની મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પહેલના ગૌરવપૂર્ણ સીમાચિન્હો છે. હાલમાં જ દહેજ સોફ્ટ શિપયાર્ડ દ્વારા ભારતીય નૌકાદળને ઉર્જા પ્રભા જહાજ સમર્પિત કરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોને ઉર્જા પ્રભા જહાજ લોજેસ્ટિક સ્પોર્ટ પૂરો પાડી રહ્યું છે. વર્ષ 2004થી દહેજમાં સ્થાપિત સોફ્ટ શિપયાર્ડ બિલ્ડીંગ ખાતે અત્યાર સુધી 15 વર્ષમાં 61 વેસલ્સનું નિર્માણ કરી ડિલિવરી અપાઈ છે. દેશમાં યુદ્ધ જહાજ બનાવવા માટે સોફ્ટ શિપયાર્ડ GOIનું ઔદ્યોગિક લાયસન્સ ધરાવે છે.