National

ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠનની ધમકી, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી લખ્યું…

નવી દિલ્હી: લાંબા સમય બાદ કોંગ્રેસ(Congress)ના પૂર્વ નેતા(Former Leader) ગુલામ નબી આઝાદ(Ghulam Nabi Azad)ને આતંકી સંગઠન(Terrorist organization) તરફથી ધમકી(Threat) મળી છે. જમ્મુ અને કાશ્મીરમાં નવી રાજકીય ઇનિંગ શરૂ કરનાર ગુલામ નબી આઝાદને લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba) સાથે જોડાયેલા જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા ધમકી આપવામાં આવી છે. આતંકી સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીનું પોસ્ટર જાહેર કર્યું છે. આતંકવાદી સંગઠને પોસ્ટર બહાર પાડીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ગુલામ નબી આઝાદની એન્ટ્રી તરત જ થઈ નથી. તે સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે. જે તેમણે પોતાની જૂની પાર્ટી એટલે કે કોંગ્રેસમાં રહીને નક્કી કર્યું હતું. આતંકવાદી સંગઠને કહ્યું કે આઝાદે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંધ બારણે બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. પોસ્ટરમાં લખ્યું છે કે ભાજપ પોતાના રાજકીય એજન્ડા માટે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનો ઉપયોગ કરી રહી છે.

આઝાદને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે?
તાજેતરમાં ગુલામ નબી આઝાદે વર્ષો સુધી કામ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી અને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે હાલ તેમની પાર્ટી માત્ર જમ્મુ અને કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ છોડ્યા બાદ પહેલીવાર દિલ્હીથી જમ્મુ-કાશ્મીર ગયેલા આઝાદે ઐતિહાસિક જનસભા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં એક જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે મારું હૃદય જમ્મુ-કાશ્મીર માટે ધડકે છે. તેણે કહ્યું કે મારા માટે બધા લોકો સમાન છે. તે જાહેર સભામાં ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મારી નવી પાર્ટી બનાવીને કોંગ્રેસ ગુસ્સે છે. કોંગ્રેસ આજે આગળ વધી શકી નથી.

રાહુલ ગાંધીને શહેનશાહી મુબારકઃ આઝાદ
ઐતિહાસિક જાહેરસભામાં ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર પણ પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને શહેનશાહી મુબારક, એમ તેમણે કહ્યું. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ જમીન પરથી ગાયબ થઈ ગઈ છે. પાર્ટી છોડ્યા બાદ અમારા વિરુદ્ધ ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પાર્ટી નેતૃત્વ ખાસ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. આના પર કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આઝાદનું રિમોટ કંટ્રોલ છે અને તેમનો ડીએનએ ‘મોદીમય’ બની ગયો છે.

Most Popular

To Top