ગાંધીનગર: ગુજરાતના (Gujarat) અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલા બિપરજોય (Biparjoy) નામના ચક્રવાતને (Cyclone) લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહે તેવી શક્યતા છે. હાલ બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિકાંઠાથી 850 કિ.મી દૂર છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે (IMD) ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ચક્રવાત ધીમે ધીમે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. જેને પગલે દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બની ગયુ છે. તેમજ તાલુકા કક્ષાના અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.
બંદરો પર ગુજરાતના ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે તેમજ નેશનલ અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ૧૧ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાના પગલે તંત્રએ તંત્રએ સાવધાની માટે લોકોને રાખવા દરિયાકાંઠે અવરજવર તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.
ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને સરકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વલસાડના નિયલ બીચને બંધ કરીને ત્રણ કિલોમીટર સુધી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સીમા ઉપર તંત્ર દ્વારા લોકોને મહત્ત્વની સૂચનાઓ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા દરિયાની અંદર જે પ્રકારે કરંટ દેખાઈ રહ્યો છે તેના કારણે ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
શહેરથી ઘણા બધા લોકો ડુમસ અને સુવાલી બીચ પર ફરવા જતા હોય છે પરંતુ વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બીચ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. સવારથી સુરત શહેર સહિત દિક્ષિત ગુજરાતમાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવનનો વેગ જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે, તેના કારણે વરસાદ થવાની પણ શકયતાઓ વર્તાઈ રહી છે.
વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા
વાવાઝોડાને લઇ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને તિથલ બીચ ઉપર આવેલી દુકાનો અને સ્ટોલ સંચાલકોને દુકાનનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. બીચ પરથી સહેલાણીઓને દૂર કરવામાં આવ્યા છે અને ત્રણ કિલોમીટર લાંબા તિથલ બીચ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ૨૮ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
દમણમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દમણના દરિયા કિનારે પણ ૨ નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અંગે જાણકારી આપી છે. વાવાઝોડામાં વધુ કરંટ જોવા મળે તો દરિયા કિનારાના ગામોમાં બનાવેલા સેલટર હોમ ઉપર પહોંચી જવા જાગૃતિ શાળાઓમાંથી શિક્ષ- કો દ્વારા આપવામાં આવી રહી છે.