Madhya Gujarat

શહેરામાં પાણીની પાઇપ લાઈનમાં છાસવારે લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ

શહેરા: શહેરા તાલુકામાં આવેલા પાનમ જળાશયમાંથી પાણીનો જથ્થો ગોધરા સ્થિત આવેલી પંચમહાલ ડેરીમાં પહોંચડાવમાં આવે છે હવે આ પાઈપલાઈન જ્યાં નાખવામાં આવી છે ત્યાંથી લઈને શહેરા સુધીમાં કેટલાયે ગાબડા પડેલા છે શરૂઆતમાં સામાન્ય લીકેજ થી લઈ પછી મસમોટા ભુવા પડવા અથવા તો લીકેજવાળી જગ્યા બેસી જવાના બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે ત્યારે રવિવારના રોજ શહેરા માર્કેટિંગ યાર્ડ બહાર હમણાં થોડા સમય પહેલાં જ બીજી વખતનું સમારકામ પાઈપલાઈન માં ભંગાણ થતા હાથ ધરાયું હતું ત્યાં ફરીથી ભંગાણ સર્જાતા કામગીરી સામે અનેક પ્રશ્નોએ સ્થાન લીધું છે ભંગાણના કારણે વાહન વ્યવહાર પર મોટી અસર પડી હતી અને વન વે વાહન વ્યવહાર કરવામાં આવતા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આમ બે વખતના સમારકામ બાદ પણ ત્રીજી વખત લીકેજ થતા લાખો લીટર પાણીના બગાડ માટે જવાબદાર કોણ ?

ચોમાસા દરમિયાન પણ પાનમ જળાશય માં પૂરતા પ્રમાણમાં પાણીની આવક ન થતાં આગામી સમય માં કદાચિત સિંચાઈ અને ઘર વપરાશના પાણી માટે સમસ્યા ઉભી થઈ શકે તેવામાં આ રીતનો પાણી નો વેડફાટ થકી તંત્ર શુ સાબિત કરવા માંગે છે.શુ સમારકામના નામે અધિકારીઓ અને તેઓના મળતીયાઓ સરકારના રૂપિયા પોતાના ખિસ્સામા જ સેરવતા હશે ! નોંધનીય છે કે ત્રીજી વખત એક જ જગ્યાએ સમારકામ હાથ ધરાયું છે ત્યાંથી લઈ છેક બસ મથક વિસ્તાર સુધી પાનમ પાઈપલાઈનમાં ગાબડા પડ્યા હોવાના બનાવો બનવા પામ્યા છે પરંતુ કોઈ ને કોઈ કારણોસર ભંગાણ ફરીથી સર્જાતું રહે છે આમ કહી શકાય કે અધિકારીઓ અને તેની નીચેના કર્મચારીઓ સર્જાતા ભંગાણ ના સમારકામમાં ગંભીરતા ન દાખવતા મુખ્ય કહી શકાય એવા કાર્યમાં નિરાકરણ નથી આવતું અને આવું ક્યાં સુધી ચાલશે શુ અધિકારી આ બાબતે પોતાની પ્રતિબદ્ધતા બતાવી આ પ્રકારના ભંગાણ ને અટકાવશે કે કેમ એ તો આવનાર સમય જ કહેશે.

Most Popular

To Top