Vadodara

પાલિકા દ્વારા કામગીરી નહીં કરાતાં રોજ હજારો લિટર પાણીનો વેડફાટ

વડોદરા : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કિશનવાડી પીડા વુડાના મકાન પાસે છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા આજ દિન સુધી સમારકામ કરવામાં નહીં આવતા રોજેરોજ હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થવા પામ્યો છે.ત્યારે આ મામલે બેદરકારી દાખવનાર પાલિકાના અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે. એક તરફ વડોદરામાં સિઝનનો 50 ટકા જ વરસાદ થયો છે.તો બીજી તરફ લોકોને પીવા માટે પાણીની તકલીફ હોય ત્યારે પીવાના ચોખ્ખા પાણીનો આ રીતે બગાડ ખૂબ જ દુઃખદ બાબત છે.આ અંગે સામાજીક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેર નો આ પૂર્વ વિસ્તાર છે.

કિશનવાડી પીળા વુડાના મકાન પાસે છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઇન લીકેજ છે.એક તરફ આ વખતે વરસાદ ઓછો છે.આજવા સરોવરની સપાટી પણ નીચી જઈ રહી છે.ત્યારે પીવાના ચોખ્ખા પાણીનો આ દુર્વ્યય ખૂબ જ દુઃખદ અને ગંભીર બાબત છે.પાલિકાના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને અગાઉ એમ કીધું હતું કે શહેરમાં કોઇપણ જગ્યાએ પીવાના પાણીની લાઇન લીકેજ હશે તો તાત્કાલિક ધોરણે તેનું રિપેરિંગ કરવામાં આવશે.

પરંતુ એક એક અઠવાડિયાનો સમય વીતી ગયા છતાં પણ આ પાણીની લાઇનનું લીકેજ રિપેર કરવામાં  આવ્યું નથી.એક તરફ પીવાના પાણીની સમસ્યા પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે હોય.ત્યારે હજારો લીટર પાણીનો બગાડ આ રીતે થઈ રહ્યો છે.જેને લઇ કોર્પોરેશનના અધિકારીઓને ધ્યાન આપવાની જરૂર છે.માટે નિષ્કાળજી દાખવનાર લાગતા વળગતા અધિકારીઓ ઉપર મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે કાયદાકીય પગલાં ભરવા જોઇએ જેથી કરીને આ પ્રકારની લાઇન જે તૂટે છે અને પાણીનો  બગાડ થઇ રહ્યો છે એ બંધ થાય તેવી અમારી માંગ છે.

Most Popular

To Top