વડોદરા: GPMC એક્ટમાં મેયર સિવાય ડે.મેયર , સ્ટેન્ડિંગ ચેરમેન તથા શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક માટે ગાડી તથા અન્ય ચા પાણીના ખર્ચ માટેનું પ્રોવિઝન એક્ટમાં નથી. તેમ છતાં પ્રજાના પૈસે ડે.મેયર નંદા જોશી,સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ પટેલ તથા શાસક પક્ષ ભાજપના નેતા ચિરાગ બારોટ,શાસક પક્ષના દંડક અલ્પેશ લિંબાચિયા સૌ મોંઘી ગાડીઓ તથા ભરપુર ચા પાણી નાસ્તા ની સુવિધાઓ વાપરી ભ્રષ્ટાચાર અને વિશ્વાસઘાત કરી પ્રજાના પૈસે મોટી ગાડીઓ ડીઝલ પેટ્રોલનો ધુમાડો તથા લાલ લાઈટો સાયરનો વગાડી વટ પાડી અને લીલાલહેર કરી રહયા છે.
ભાજપના કાર્યકરોને કોર્પોરેશન માં બોલાવી દરરોજ કોર્પોરેશનના ખર્ચે હજારો રૂપિયાના નાસ્તાની જ્યાફત ઉડાવી રહ્યા છે..જે કાયદા વિરુદ્ધ અને ગેરકાયદેસર છે.અને આ ખર્ચ કોર્પોરેશનમાં પાડી શકાય નહીં. કોર્પોરેશનની સભામાં પણ દરખાસ્ત મંજુર કરે તો પણ GPMC એક્ટ એટલે કાયદાની વિરુદ્ધ ગણાય કાયદેસર રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ માટે કરાતા કોઈપણ ખર્ચાની ગૂજરાત સરકારની મંજૂરી લેવી પડે છે. પરંતુ એવી કોઈ પણ મંજુરી લેવામાં આવતી નથી. પ્રજાના પૈસે કાયદા વિરુદ્ધ જઈને પેટ્રોલ ડીઝલના ધુમાડા તથા લાખો રૂપિયાની જયાફત કરવામાં કોઈ પણ નેતા જોતા નથી. પ્રજાના પૈસે લોકો સામે વટ પાડીને રહે છે. તેવો આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યો હતો.