વિચારો મલ્ટીનેશનલ કંપનીના પરંતુ એક્શન પેઢીના

મેં અનુભવ્યું છે કે નાની અને મીડિયમ સાઈઝની કંપનીના કેટલાક  માલિકો ઝીણું  બહુ કાંતે. કંપનીનો  ગ્રોથ થતો  હોય એ  એમને ગમે પરંતુ જયારે કંપનીને ઑટોમાઈઝેશન કે ડેવલપમેન્ટ માટે પૈસા ખર્ચવાની વાત આવે ત્યારે  તેમનું હૃદય તેમને સાથ આપતું  નથી. મીટિંગ્સમાં તેઓ પોતાની જાતને ખુલ્લા દિલવાળા  બતાવે પરંતુ જયારે કંઈ  ખર્ચો કરવાની વાત આવે ત્યારે તેમનો રીયલ ચહેરો ઉજાગર થઇ જાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રમોટરની ચાંચ ન ડૂબતી હોય, તેવા વિષય કે બાબતમાં પૈસા બચાવવાની લાયમાં કંપનીને ઘણું નુકસાન કરતા હોય છે. હકીકત એ પણ હોય છે કે  તેમને 10 કરોડમાં થી 150 કરોડ પાંચ વર્ષમાં કરવા હોય છે પરંતુ 70 % ટાઈમ તેઓ નોન વેલ્યુડ એટલે કે જે બાબતો કંપનીને સીધો બિઝનેસ નથી આપી શકતી તેમાં  ટાઈમ પાસ કરતા હોય છે.

ઘણી કંપનીઓ ટેક્સ, ફાઇનાન્સ કે સબસીડીના અપ્રુવલ્સમાં જાતે ઈનવોલ્વ્ડ થઈ જાય છે. ઘણી નાની કંપનીના માલિકોને પણ મેં જોયા છે કે તેઓ પોતાની કંપનીની પ્રોડકટ્સના માર્કેટિંગમાં સમય ઈન્વેસ્ટ કરતા નથી પરંતુ સરકારના સબસીડી કે પ્રોજેક્ટના કામમાં દિવસો અને દિવસો બગાડતા હોય છે અને બીજી બાજુ કંપનીના બિઝનેસને માઠી અસર પડતી હોય છે. જરૂર હોય છે કે કંપનીની કોર સ્ટ્રેંથ અથવા તો  જેમાં કંપનીની કોર  કોમ્પિટેન્સી હોય તેમાં વધારે ફોક્સ કરવાની. બહુ ઓછા પ્રમોટર સ્માર્ટ હોય છે અને જેમનું  ફાસ્ટ ડિસિઝન મેકિંગ કંપનીને એક નવો નિખાર આપી શકે છે. આપણા પાડોશી દેશ ચાઈનાનું આ મામલે અનુકરણ કરવાની જરૂર છે. તેઓ જાણે છે કે જેમાં જે  નિષ્ણાત હોય તેની સર્વિસ લેવી અને ઓછી કિંમતે ઝડપી ઉત્પાદન કરવું.

હાલમાં નાનીમોટી કંપનીઓ કયા કામ એક્સપર્ટ એજન્સીને સોંપે છે, તે અંગે ભારતની જાણીતી આઉટસોર્સિંગ એજન્સી KPMGના મત મુજબ હવે  સમય આવી ગયો છે  કે ભારતની કંપનીઓ વિવિધ બાબતો અંગે એક્સપર્ટ કંપનીની સલાહ લે.  દરેક ડેવલપ કન્ટ્રીઝમાં 70 % જેવી બાબતો એક્સપર્ટ એજન્સી જ કરે છે. KPMGના સર્વે પ્રમાણે અમેરિકામાં  નાનીમોટી કંપનીઓ તેમની પ્રોડકટસનું વેચાણ કેવી રીતે વધે તેના પર વધારે ધ્યાન આપતા હોય છે. જયારે કંપની રજીસ્ટ્રેશનથી માંડીને ગવર્મેન્ટના કમ્પ્લાયન્સનું કામ એક્સપર્ટ જ કરતા હોય છે. કન્સેપ્ટ છે કે જેમાં તમારું નોલેજ ઓછું હોય ત્યારે સમય ન બગડે તે માટે તેઓ પોતાનો સમય બગાડતા નથી.

ગુજરાત,મહારાષ્ટ્ર, કર્ણાટક, હૈદરાબાદ અને દિલ્હી જેવાં રાજ્યોમાં એક્સપર્ટ એજન્સીની સર્વિસ લેવાનો ટ્રેન્ડ વધતો જાય છે. ગુજરાતમાં જાપાન, જર્મની અને સ્પેનની ઘણી બધી કંપાનીઓ પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખી રહી છે, તેઓ  ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્થી માંડી મેનપાવર, લાયસન્સીસ, સબસીડી અને ગવર્મેન્ટ અપ્રુવલ્સ વગેરેમાં બહારની એજન્સીની મદદ લે છે અને તે જ સાચો રસ્તો છે જેથી તેમનો પ્રોજેક્ટ નિશ્ચિત સમયમર્યાદામાં પૂરો થાય. તેમણે કહ્યું જો તમારે કંપનીની બેલેન્સશીટ હેલ્ધી રાખવી હોય તો એક્સપર્ટ જ તમને એ કરી આપશે.

કહેવાનો આશય એ છે કે સમય આવી ગયો છે, ભારતનો ઓવરઓલ ગ્રોથ હાંસલ કરવો હોય તો જેની વિશેષતા જે હોય તેનું યોગદાન લેવું જોઈએ. કંપનીના માલિકોએ ઝીણું કાંતવાનું છોડીને કંપનીની મુખ્ય ધારા જેનાથી ઝડપી પ્રોફિટ મળે તે માટે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. અત્યારના સમયની માંગ છે કે ઓટોમાઇઝેશનથી પ્રોડકશન કરવું અને માર્કેટમાં કંપનીની પ્રોડક્ટ્સ ઝડપથી વેચવી. બાકીના મોટાભાગના કામ એકસપર્ટની મદદથી કરવા અને કંપનીનું ટાર્ગેટ હાંસલ કરવું.

Most Popular

To Top