વડોદરા: લગ્નને (Marriage ) લઈને છોકરીઓના (Girl) અલગ-અલગ સપના હોય છે. લગ્નને લઈને યુવતીઓને ઘણી ઈચ્છાઓ પણ હોય છે. દરેક યુવતીની જેમ વડોદરાની 24 વર્ષીય ક્ષમા બિંદુ (Kshama Bindu) પણ તેના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેના લગ્ન 11 જૂને છે. તેણે આ માટે લહેંગાથી લઈને પાર્લર અને જ્વેલરી બધું જ બુક કરાવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે તેની સાથે લગ્ન કરવા માટે કોઈ વર હશે જ નહીં. તમને સાંભળીને નવાઈ લાગશે કે વર વગર લગ્ન કેવી રીતે થાય છે? પણ વાસ્તવમાં, ક્ષમા વરરાજા વગર પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે.
તમામ રીતિરિવાજ સાથે લગ્ન કરશે
ક્ષમા ફેરા ફરવાથી લઈને તમામ રીત રિવાજો સાથે લગ્ન કરશે. તે સિંદૂર પણ લગાવશે. પરંતુ લગ્નમાં ન તો વર હશે કે ન તો વરઘોડો. ગુજરાતમાં જ નહીં દેશમાં પ્રથમ સોલો લગ્ન થવા જઈ રહ્યા છે.
ક્ષમાએ જાત સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું?
ક્ષમાએ જણાવ્યું કે તે ક્યારેય લગ્ન કરવા માંગતી નથી. પરંતુ દુલ્હન બનવાનું તેનું સપનું હતું. તેથી તેણે જાતે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી તેણે ઓનલાઈન સર્ચ કર્યું કે શું કોઈ દેશની મહિલાએ પોતે જ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે. પરંતુ તે આ વિશે કોઈ માહિતી મળી ન હતી. ક્ષમાએ કહ્યું કે તે દેશમાં એકલા લગ્ન કરનારી પ્રથમ છોકરી તરીકે એક ઉદાહરણ સ્થાપિત કરશે.
ક્ષમા પ્રાઈવેટ નોકરી કરે છે. તેણે કહ્યું કે પોતાની જાત સાથે લગ્ન એ પોતાની જાત પ્રત્યેની પ્રતિબદ્ધતા છે, શરત વગરના પ્રેમમાં રહેવું. તે સ્વ-સ્વીકૃતિનું કાર્ય છે. દુનિયામાં લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરુ છુ તેથી મેં મારી જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
હનીમૂન પર પણ જશે
“કેટલાક લોકો પોતાની જાત સાથે લગ્ન કરવાની આ વાતને માની શકતા નથી.” તેણે કહ્યું. પરંતુ હું જે બતાવવા માંગુ છું તે એ છે કે સ્ત્રીઓ મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે તેના માતા-પિતા ખુલ્લા મનના અને વિચારના છે અને આ માટે તેઓએ મને આશીર્વાદ પણ આપ્યા હતા. ગોત્રીના મંદિરેથી ક્ષમાના લગ્ન કરશે. લગ્નમાં માટે તેણે પાંચ પ્રતિજ્ઞા પણ લખી છે. આટલું જ નહીં, ક્ષમા લગ્ન પછી હનીમૂન પર પણ જશે. આ માટે તેણે ગોવા પસંદ કર્યું છે જ્યાં તે બે અઠવાડિયા રોકાશે.
Sologamy શું છે?
સોલોગામી અથવા ઓટોગેમી એ વ્યક્તિના પોતાની સાથેના લગ્નનો ઉલ્લેખ કરે છે. સોલોગોમીના સમર્થકો દલીલ કરે છે કે પોતાની જાત સાથે લગ્ન કરવા એ પોતાના મહત્વની પુષ્ટિ કરવી છે. તે સુખી જીવન તરફ દોરી જાય છે. અને તેને સ્વ લગ્ન કહેવામાં આવે છે.