Vadodara

આ વર્ષે હોળાષ્ટક અને મીનારકને પગલે શુભમુહૂર્તો નથી

વડોદરા તા.27 શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળીના આઠ દિવસ પહેલાંના દિવસોને હોળાષ્ટક તરીકે ગણવામાં આવે છે આ વર્ષે તા. 16 થી 24 માર્ચ દરમિયાન હોળાષ્ટક રહેશે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યોને નિષેધ ગણવામાં આવ્યા છે આ હોળાષ્ટક દરમિયાન લગ્નો, ગૃહપ્રવેશ, જનોઇ સહિતના માંગલિક પ્રસંગો થઇ શકતા નથી જયારે 14મી માર્ચથી 13 એપ્રિલ દરમિયાન સૂર્ય મીન રાશિમાં રહેતાં મીન સંક્રાંતિ નો પ્રારંભ થાય છે આમ તો સૂર્ય દર મહિને જે રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ નો સમય ગણાય છે. તા. 14 મી માર્ચથી 13એપ્રિલ સુધીના સૂર્ય મીન રાશિમાં રહેતાં આ સમયગાળાને’મીનારક’ કહેવાય છે .મીનનો સ્વામી ગુરુ છે જ્યારે નવ ગ્રહ ના રાજા સૂર્ય કહેવાય છે આ દરમિયાન ગુરુ અને સૂર્યની જ્ઞાનસંગોષ્ઠીને કારણે લગ્નો, જનોઇ સહિતના શુભ મૂહુર્ત પ્રાપ્ત થતાં ન હોય લગ્નસંસ્કાર સહિતના શુભ માંગલિક પ્રસંગો થઇ શકશે નહીં. પુષ્ટિમાર્ગ અનુસાર 45 દિવસ વસંત હોય છે જે હાલમાં ચાલી રહી છે. આ સમય દરમિયાન કહેવાય છે કે ભગવાન ભક્તો સાથે હોળી રમે છે માટે વૈષ્ણવો હોળી રસિયા ની ફાગોત્સવની, વસંતોત્સવની ઉજવણી કરે છે.

Most Popular

To Top