Business

ડેટોલ હેન્ડવોશના પેક પર ચમક્યા આ સુરતી

ભારતની બેક્ટેરિયા પ્રોટેકશન બ્રાન્ડ તરફથી અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. #DettolSalutes. જેમાં કંપનીએ પોતાના પ્રતિષ્ઠિત લોગોની જગ્યાએ કોવિડ વોરિયર્સની તસવીર લગાવી રહ્યાં છે.  જેઓ કોરોનાના કપરાકાળમાં પણ નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરનાર રક્ષકોને કઈક હટકે સન્માન આપી રહ્યાં છે. જેમાં સુરતના મનીષ કાપડિયા પણ ચમક્યા છે.

કોરોના વોરિયર્સને મળશે અનોખી પહેચાન

ડેટોલ દ્વારા ભારતભરમાથી કોરોના વોરિયર્સની 100 કહાનીઓને તૈયાર કરવામાં આવી છે. જેમાં આ કપરા કાળમાં પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની મદદે જનાર લોકોને સિલેક્ટ કરીને તેમના ફોટો હેંડવોશ પેક પર પ્રદર્શિત કરશે. અને તેમની વેબસાઇટ પર વર્ચ્યુલ પેક બનાવીને તેમની કહાણીઓને લોકો સુધી પહોચાડીને લોકોમાં પ્રેરણા પૂરી પાડશે.

ખરેખર ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય : મનીષ કાપડિયા

મનીષ કાપડિયા જણાવે છે કે, ‘’ભારતની નામાંકિત કંપની દ્વારા જો ભારતના 100 લોકોની યાદીમાં જો મારુ નામ સિલેક્ટ થયું હોય તો એ ખરેખર ગૌરવ લેવા જેવી બાબત ગણી શકાય. કંપની દ્વારા પહેલા મારા અલગ અલગ કેમ્પેઇનની નોધ લેવાઈ અને મને ફોર્મ મોકલવામાં આવ્યું જેને ફિલ્પ કરી મે મોકલ્યું, જેમાંથી ભારતમાથી અમુક લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા. જેમાં સુરતમાથી મારો ફોટો પ્રકાશિત થશે. કંપની દ્વારા મારો ફોટો પ્રકાશિત થયેલ કીટ પણ મોકલવામાં આવશે.’’

Most Popular

To Top